એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 24th April 2018

માત્ર ૮ ડોલરની મુડી સાથે ભારતના ચેન્‍નાઇથી અમેરિકા ગયેલા શ્રી એમ.આર.રંગાસ્‍વામીની રોમાંચક કથાઃ ઓરેકલના ફાઉન્‍ડર લેરી એલિસનના વ્‍યક્‍તિત્‍વમાંથી પ્રેરણાં મેળવી સિલીકોન વેલ્લીના અગ્રણી ઇન્‍વેસ્‍ટર બન્‍યાઃ એશિઅન અમેરિકન યુવા સમુહને વ્‍યાવસાયિક તથા રાજકિય ક્ષેત્રે આગળ વધવા પ્રેરણા આપતો વીડિયો NJLPના ઉપક્રમે રિલીઝ કરાયો

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ ‘‘ન્‍યુજર્સી લીડરશીપ પ્રોગ્રામ (NJLP)'' સાઉથ  એશિઅન યુવા સમુહને ગવર્મેન્‍ટ ઓફિસીઝ તથા રાજકારણ ક્ષેત્રે જોડાવા માટે પ્રોત્‍સાહિત કરતા નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન NJLP દ્વારા તાજેતરમાં સિલીકોન વેલી ખાતેના એન્‍ટ્રીપ્રિનીયર તથા ઇન્‍ડિયાસ્‍પોરા ફાઉન્‍ડર ઇન્‍ડિયન અમેરિકન શ્રી એમ.આર.રંગાસ્‍વામીનો પ્રેરણાદાયી પોલિટીકસ એન્‍ડ સ્‍પાઇસ પોડકાસ્‍ટ વિડીયો રીલીઝ કર્યો છે.

આ વીડિયોમાં શ્રીરંગાસ્‍વામીએ ભારતના ચેન્‍નાઇથી માત્ર ૮ ડોલરની મુડી લઇને આવ્‍યા બાદ કરેલા સંઘર્ષની હકીકતો વર્ણવી છે. જે અંતર્ગત તેમણે ઓરેકલના ફાઉન્‍ડર લેરી એલિસનના વ્‍યકિત્‍વમાંથી પ્રેરણા મેળવી તેઓ કઇ રીતે અગ્રણી ઇન્‍વેસ્‍ટર બન્‍યા તેની  આપવીતી રજુ કરી છે. ઉપરાંત તેઓ ૨૦૧૩ની સાલમાં ઇન્‍ડિયાસ્‍પોરાની મદદથી કઇ રીતે ૪ ભારતીય મૂળના ઉમેદવારોને કોંગ્રેસમેન તરીકે ચૂંટાઇ આવવામાં મદદરૂપ થઇ શક્‍યા તેનું વર્ણન કર્યુ છે.

તેમણે માર્કેટીંગ સર્વિસ ક્ષેત્રે વ્‍યવસ્‍થિત આયોજન તથા ઇન્‍વેસ્‍ટમેન્‍ટ દ્વારા કઇ રીતે આગળ વધી શકાય તે અંગે માર્ગદર્શન આપતા સુપ્રસિધ્‍ધ સેન્‍ડ હિલ ગૃપનું લોંચીંગ કરેલું છે તેઓ વોલ સ્‍ટ્રીટ જર્નલ દ્વારા પણ પ્રશસ્‍તિ પામી ચૂકેલા છે તેમજ ફોર્બ્‍સ મિડાસ હન્‍ડ્રેડ લિસ્‍ટમાં પણ ટેકનોલોજી ક્ષેત્રે રોકાણકાર તરીકે સ્‍થાન મેળવી ચુકેલા છે

તેમનો સાઉથ એશિઅન યુવા સમુહ માટે માર્ગદર્શન રૂપ વીડિયો ‘પોલિટીકસ એન્‍ડ સ્‍પાઇસ' દર બે મહિને બીજા સોમવારે રિલીઝ થશે. જે iTanes,Google Play,stitcher, દ્વારા ડાઉનલોડ કરી શકાશે. તથા મોટા ભાગના પોડકાસ્‍ટ પ્રોવાઇડર દ્વારા પણ જોઇ શકાશે.

આ અંગે વિશેષ માહિતી માટે http://njlead.org/podcast-2/ નો સંપર્ક સાધવા શ્રી અમિત જાનીની યાદીમાં જણાવાયુ છે

(9:57 pm IST)