એન. આર. આઈ. સમાચાર
News of Monday, 23rd April 2018

અમેરિકાના મેરીલેન્‍ડમાં આવેલા મંગલ મંદિરમાં પ મે ૨૦૧૮ના રોજ સુંદરકાંડના પાઠઃ જુન માસમાં મંદિરની રજત જયંતિ ઉજવાશે

મેરીલેન્‍ડઃ અમેરિકાના મેરીલેન્‍ડમાં આવેલા મંગલ મંદિર ખાતે આગામી ૫મે ૨૦૧૮ શનિવારના રોજ ગુરૂજી અશ્વિનકુમાર પાઠકના મધુર કંઠે સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું છે. ઉપરાંત સ્‍વામી નલિનાનંદજીના વ્‍યાસાસને તેમજ શ્રી કૃષ્‍ણદત્ત શાસ્‍ત્રીના વ્‍યાસાસને કથાનું આયોજન કરાયું છે. જેની વિગતવાર માહિતી હવે પછી પ્રસિધ્‍ધ થશે.

આગામી જુન માસમાં મંદિરની સ્‍થાયનાના ૨૫ વર્ષની શાનદાર ઉજવણી કરાશે. જેનું સોવેનિઅર બહાર પડશે. ઉજવણી અંતર્ગત ર જુન ૨૦૧૮ના રોજ ભગવાનને કેસર સ્‍નાન તથા ધ્‍વજારોહણ ભજન, આરતી તથા લંચનું આયોજન કરાયું છે. ૩ જુનના રોજ કાર્નિવલ, ૯ જુનના રોજ રેઇન ડેઇટ ફોર કાર્નિવલ તથા અન્‍ય પ્રોગ્રામો, ૧૦ જુનના રોજ યજ્ઞ, તથા ૧૬ જુનના રોજ મ્‍યુઝીકલ કાર્યક્રમ યોજાશે તેવું મંદિરની યાદીમાં જણાવાયું છે.

(10:21 pm IST)