એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 24th April 2018

NAMAM એકસલન્‍સ એવોર્ડઃ યુ.એસ.માં કોમ્‍યુનીટી એકટીવિસ્‍ટ, સકસેસફૂલ બિઝનેસમેન, સાયન્‍ટીસ્‍ટ, મ્‍યુઝીશીચન, પત્રકાર, સહિતનાઓને અપાતો એવોર્ડઃ ૨૦૧૮ની સાલ માટે પસંદ કરાયેલા એવોર્ડ વિજેતાઓને ૨૮ એપ્રિલના રોજ રોયલ આલ્‍બર્ટ પેલેસ, એડિસન ન્‍યુજર્સી મુકામે સન્‍માનિત કરાશે

ન્‍યુજર્સીઃ ‘‘NAMAM એકસલન્‍સ એવોર્ડ ૨૦૧૮'' યુ.એસ.માં નોર્થ અમેરિકન મલયાલીસ એન્‍ડ એશોશિએટેડ મેમ્‍બર્સ (NAMAM) કે જેના ફાઉન્‍ડર તથા સેક્રેટરી જનરલ શ્રી માધવન નાયર છે તથા જેના નેજા હેઠળ કોમ્‍યુનીટી એકટીવિસ્‍ટ તથા લીડર્સ, સકસેસકફૂલ બિઝનેસમેન, ઇન્‍ડસ્‍ટ્રીયાલીસ્‍ટ, સાયન્‍ટીસ્‍ટ, મ્‍યુઝીશીઅન, પ્રતિભાશાળી યુવાન, અંગદાન કરનાર, તથા જર્નાલીસ્‍ટને દર વર્ષે એવોર્ડ આપી સન્‍માનિત કરવામાં આવે છે. તે NAMAMના ઉપક્રમે આગામી ૨૮ એપ્રિલ ૨૦૧૮ના રોજ રોયલ આલ્‍બર્ટ પેલેસ, એડિસન ન્‍યુજર્સી મુકામે પાંચ કલાકે NAMAM એકસલન્‍સ એવોર્ડ ૨૦૧૮ વિજેતાઓને એવોર્ડ આપી સન્‍માનિત કરાશે.

આ એવોર્ડ વિજેતાઓમાં FIA,GOPIO,SACSS,MNIT સહિત વિવિધ ઓર્ગેનાઇઝેશનશમાં જુદા જુદા હોદાઓ ઉપર સેવાઓ આપતા કોમ્‍યુનીટી લીડર તથા એકટીવિસ્‍ટ ડો. થોમસ અબ્રાહમ, DC હેલ્‍થકેર ઇન્‍કના ceo ડો.બાબુ સ્‍ટિફન, કાર્નેટિક મ્‍યુઝીશીઅન શ્રી ટી.એસ.નંદકુમાર Nuphoton ટેકનોલોજીઝ ઇન્‍કના પ્રેસિડન્‍ટ શ્રી ડો.રામદાસ પિલ્લાઇ, અંગદાન માટે લોકોને પ્રોત્‍સાહિત કરતા સુશ્રી રેખા નાયર, ચાઇલ્‍ડ જીનીઅસ ૧૨ વર્ષીય તિઆરા થાનકામ અબ્રાહમ, તથા સિધ્‍ધહસ્‍ત જર્નાલીસ્‍ટ શ્રી અજય ઘોષનો સમાવેશ થાય છે તેવું શ્રી અજય ઘોષની યાદી જણાવે છે.

(10:18 pm IST)