કેલિફોર્નિયાની વિશ્વ સ્તરીય કોલેજો તથા આઇ.વી.લીગ્સ સહિતનાઓમાં એડમિશન મેળવવા વિનામૂલ્યે માર્ગદર્શનઃ આવતીકાલ ૨૨ એપ્રિલ ૨૦૧૮ના રોજ સર્ટોગોગ કેલિફોર્નિયા મુકામે ‘‘ફ્રી કોલેજ એડમિશન સેમિનાર''
કેલિફોર્નિયાઃ યુ.એસ.માં જોન પિસાની કોમ્યુનીટી સેન્ટર સર્ટોગોગ, કેલિફોર્નિયા મુકામે આવતીકાલ રર એપ્રિલ ૨૦૧૮ રવિવારના રોજ uc ફ્રી કોલેજ એડમિશન સેમિનારનું આયોજન કરાયું છે.
બપોરે ૩-૨૦ થી સાંજે ૫ કલાક દરમિયાન યોજાનારા આ સેમિનારમાં વિશ્વ સ્તરીય નામના ધરાવતી ટોપ રેન્કની કોલેજો જેવી કે સ્ટેન્ફોર્ડ કોલેજો, આઇ.વી.લીગ્સ સહિતનામાં એડમિશન મેળવવા માટે સારા GPA તથા SAT ઉપરાંત કઇ કઇ બાબતો ધ્યાને લેવી તે અંગે માર્ગદર્શન અપાશે.
જેના વકતાઓ તરીકે કોલેજ એડમિશન સ્પેશ્યાલીસ્ટ તથા સ્ટેન્ફોર્ડ ગ્રેજ્યુએટ ડેવિડ કેમ્પસ હાજરી આપી ટોપ રેન્ક કોલેજોમાં એડમિશન મેળવવા માટેનું સાયન્સ સમજાવશે. તથા એડમિશન મેળવવા માટે કરાતી અરજીઓ કોલેજ એડમિશન ઓફિસર્સની મોક કમિટી દ્વારા ચકાસી અપાશે. જે અજ્ઞાત તેવા પરિવારો દ્વારા સેમિનારમાં કરાવાયેલા રજીસ્ટ્રેશનમાંથી કરાશે. ઉપરાંત નિષ્ણાંતો સાથેની પ્રશ્નોત્તરીનું પણ આયોજન કરાયું છે.
સેમિનારમાં ૭ થી ૧૧ ગ્રેડના સ્ટુડન્ટસ તથા તેમના વાલીઓ અપેક્ષિત છે.
રજીસ્ટ્રેશન માટે tinyarl.com/siliconvalleysteam નો સંપર્ક સાધી શકાશે. તેવું શ્રી રિષિકુમારની યાદીમાં જણાવાયું છે.