એન. આર. આઈ. સમાચાર
News of Sunday, 22nd April 2018

શિકાગોના જલારામ મંદિરમાં પ્રથમ હેલ્‍થફેરનું કરાયેલુ આયોજનઃ ૨૭૩ જેટલા જલારામના ભક્‍તોએ આ હેલ્‍થ ફેરમાં ભાગ લીધો

 (સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) શિકાગો નજીક હોફમેન એસ્‍ટેટ ટાઉનમાં જલારામ બાપાનું એક ભવ્‍ય મંદિર આવેલ છે અને તેના સંચાલકોએ એપ્રીલ માસની ૮મી તારીખે સૌ પ્રથમ વખતજ હેલ્‍થકેરનું આયોજન કર્યુ હતું જેમાં ૨૭૩ જેટલા હરિભક્‍ત ભાઇ બહેનોએ તેમાં ભાગ લીધો હતો.

આ હેલ્‍થ ફેરમાં બ્‍લડ ટેસ્‍ટ, ડાયાબીટીસ ચેક અપ, બોન ડેન્‍સીટી ઇકેજી તથા આરએમઆઇ ટેસ્‍ટનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. અને એપ્રીલ માસની ૧૫મી તારીખને રવીવારે જે તે ડોકટરોએ તમામ દર્દીઓની શારિરીક તપાસ હાથ ધરી હતી અને સર્વેને જે તે યોગ્‍ય સુચનાઓ આપી હતી અને મુજબ તેમણે તેની કાળજી લેવાની રહેશે.

જલારામ મંદિરના વ્‍યવસ્‍થાપકો તથા સ્‍વયંસેવક ભાઇ બહેનોએ આ હેલ્‍થ ફેરને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.

(10:37 pm IST)