એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 21st April 2018

" ન્યૂજર્સી લીડરશીપ પ્રોગ્રામ (njlp) " : સાઉથ એશિયન યુવા સમૂહને ગવર્મેન્ટ તથા રાજકીય ક્ષેત્રે જોડાવા પ્રોત્સાહિત કરતી નોનપ્રોફિટ સંસ્થા : NBA ના " ઇન્ડિયા હેરિટેજ ડે"ની ઉજવણી પ્રસંગે (njlp) બોર્ડ મેમ્બર્સનું બહુમાન કરાયું

ફિલાડેલ્ફિયા: યુ, એસ.ના વેલ્સ ફાર્ગો સેન્ટર, ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા મુકામે NBA નો 76મોં વાર્ષિક  ઇન્ડિયા હેરિટેજ ડે  ઉજવાઈ ગયો.શ્રી મુકેશ તથા સુશ્રી પ્રિયા રોયના સંયુક્ત ઉપક્રમે કરાયેલી ઉજવણી અંતર્ગત સાઉથ એશિયન યુવા સમૂહને રાજકીય તથા સરકારી ક્ષેત્રે ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરતા નોનપ્રોફિટ" ન્યૂજર્સી લીડરશીપ પ્રોગ્રામ "ને સન્માનિત કરવામાં આવેલ.

  તકે સમારંભના અધ્યક્ષ ચીફ એકઝીકયુટીવ ઓફિસર સ્કોટ નેઈલે ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટીમાં બાસ્કેટ બોલ માટેની ઉત્તેજના તથા તેને પ્રોત્સાહિત કરવા માટે લીગ દ્વારા કરાતી કોશિશ અંગે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

    રમત શરૂ થયા પહેલાના પ્રોગ્રામમાં ન્યૂજર્સી લીડરશીપ પ્રોગ્રામના પ્રેસિડન્ટ શ્રી અમિત જાનીએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે NBA ના છત્ર હેઠળ થઇ રહેલી ઇન્ડિયા હેરિટેજ ડે ની ઉજવણી પ્રસંગે આપણે ક્રોસરોડ ઉપર છીએ.હવે ભારતનો યુવા સમૂહ માત્ર ડોક્ટર કે એન્જીનીઅર બનવાને બદલે NBA ના નેજા હેઠળ બાસ્કેટ બોલ પણ રમી શકે છે તેમજ NJLP ના નેજા હેઠળ  ગવર્મેન્ટ તથા રાજકીય ક્ષેત્રે પણ સફળ કારકિર્દી બનાવી શકે છે.

   તેમણે ઉમેર્યું હતું કે ગવર્મેન્ટ તથા રાજકીય ક્ષેત્રે સફળ કારકિર્દી બનાવવા માટે વધુને વધુ યુવા સમૂહ ન્યૂજર્સી લીડરશીપ પ્રોગ્રામ ફેલો તરીકે જોડાશે તેવી હું આશા રાખું છું.

   બાદમાં ઓર્ગેનાઈઝેશનના પ્રેસિડન્ટ શ્રી અમિત જાની,વાઇસ પ્રેસિડન્ટ શ્રી ક્રિશ્ચિયન સ્ટાઉટ ,ટ્રેઝરર શ્રી હમઝાહ અબુશાબાન ,તેમજ 2016 ફેલો સુશ્રી ભારતી ગણેશ,તથા 2017ની સાલના ફેલો શ્રી વરુણ સીતામરાજુ સહિતના બોર્ડ મેમ્બર્સને મંચ ઉપર બોલાવી જર્સી ભેટ આપવામાં આવી હતી.

   ઉજવણીમાં પેન્સિલવેનિયા,ન્યૂજર્સી,તથા ન્યૂયોર્ક વિસ્તારના કોમ્યુનિટી મેમ્બર્સ જોડાયા હતા જેમના માટે સમોસા,નાન,છોલે સહિત સ્વાદિષ્ટ નાસ્તાની વ્યવસ્થા કરાઈ હતી.

  ઉજવણીના વચગાળાના સમયમાં બૉલીવુડ ફ્યુઝન ડાન્સ મનોરંજનનો સહુએ આનંદ માન્યો હતો.

   ન્યૂજર્સી લીડરશીપ પ્રોગ્રામ વિષે વધુ માહિતી માટે www.njlead.org નો સંપર્ક સાધવા શ્રી અમિત જાનીની યાદીમાં જણાવાયું છે.

(1:08 pm IST)