એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 21st April 2018

‘‘DAYA'' : યુ.એસ.માં સાઉથ એશિઅન મહિલાઓ ઉપર આચરાતી ઘરેલુ હિંસા તથા બળાત્‍કારનો ભોગ બનતી મહિલાઓ માટે કાર્યરત સંસ્‍થાઃ ૭ એપ્રિલ ૨૦૧૮ના રોજ હયુસ્‍ટન મુકામે યોજાયેલા ૨૨મા વાર્ષિક ગાલા પ્રોગ્રામમાં ઉપસ્‍થિત ૬૫૦ જેટલી મહિલાઓએ ૩ લાખ ડોલરનું ફંડ ભેગુ કરી દીધું

હયુસ્‍ટનઃ યુ.એસ.માં સાઉથ એશિઅન મહિલાઓ ઉપર આચરાતી ઘરેલુ હિંસાઓ તથા સેકસી હુમલાઓનો ભોગ બનતી મહિલાઓ માટે કાર્યરત DAYAના ઉપક્રમે તાજેતરમાં ૭ એપ્રિલ ૨૦૧૮ના રોજ ૨૨મો વાર્ષિક ગાલા પ્રોગ્રામ યોજાઇ ગયો.

વેસ્‍ટ સાઇડ ઓમની હોટેલ હયુસ્‍ટન મુકામે યોજાઇ ગયેલા આ પ્રોગ્રામમાં ૩ લાખ ડોલરનું ફંડ ભેગુ થઇ ગયું હતું. આ પ્રોગ્રામનું સૂત્ર ‘ગાલા ઓફ ગીવીંગ' રાખવામાં આવ્‍યુ હતુ. જેમાં ગાલાના હોદેદારો હાજર રહ્યા હતા. જે પ્રસંગે જુદી જુદી કોમ્‍યુનીટીની ૬૫૦ જેટલી એશિયન અમેરિકન મહિલાઓની વિક્રમજનક હાજરી જોવા મળી હતી.

DAYA બોર્ડ પ્રેસિડન્‍ટ સુશ્રી શીલા રાવએ સંસ્‍થા દ્વારા થતી પ્રવૃતિઓ તથા હિંસા અને બળાત્‍કારનો ભોગ બનતી મહિલાઓના પુનવર્સન માટે કરાતી કામગીરીનો અહેવાલ આપવામાં આવ્‍યો હતો. તથા આ કાર્યમાં મદદરૂપ થનાર તમામનો તેમણે આભાર માન્‍યો હતો. તથા આ પ્રસંગે પધારેલા હયુસ્‍ટન મેયરનું સ્‍વાગત કરી તેમના દ્વારા એનાયત કરાયેલા ‘‘DAYA DAY'' પ્રશસ્‍તિપત્રનો સ્‍વીકાર કર્યો હતો. તેવું IANદ્વારા જાણવા મળે છે.

(11:16 pm IST)