એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 21st April 2018

ભારતમાં સગીર બાળાઓ ઉપર થતા ગેંગ રેપના કારણે વેકેશનમાં વતન તામિલનાડુની મુલાકાત લેવાનું માંડી વાળ્‍યુઃ ઇન્‍ડિયન અમેરિકન યુવતિએ વડાપ્રધાન શ્રી મોદીને વીડિયો મોકલી ભારતમાં મહિલાઓ તથા બાળકો સલામત નહીં હોવાની આલબેલ પોકારી

વોશીંગ્‍ટનઃ એક ઇન્‍ડિયન અમેરિકન યુવતિએ આ વર્ષે વતન તામિલનાડુમાં જવાનું માંડી વાળ્‍યુ છે જેના અનુસંધાને તેણે ભારતના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીને ૧ મિનીટ અને ૬ સેકન્‍ડનો વીડિયો મોકલ્‍યો છે. જેમાં તાજેતરમાં ભારતની ૨ સગીર બાળકીઓ ઉપર ગેંગરેપ અને હત્‍યાનું વર્ણન કરાયુ છે.

તેણે શ્રી મોદીને જણાવ્‍યું છે કે ભારતમાં દર બીજા દિવસે મહિલાઓ તથા સગીરો ઉપર બળાત્‍કારના કિસ્‍સાઓ બનતા હોવાનું સમાચાર સૂત્રો જણાવે છે તેથી અગાઉની ભારતની મુલાકાતની મધુર સ્‍મૃતિઓ વાગોળવાની સાથે તેણે વર્તમાન ભપજનક પરિસ્‍થિતિનું વર્ણન કરતો વીડિયો મોકલી હવે ભારતમાં મહિલાઓ સલામત નથી  જણાતી તેવું દર્શાવી પોતે આ વર્ષે ઉનાળુ વેકેશનમાં ભારત નહીં જાય તેમ જણાવ્‍યું છે.

આ વીડિયો જોઇને અનેક દર્શકો ચકિત થઇ ગયા હતા કારણકે તેમાં દર્શાવ્‍યા મુજબ બળાત્‍કારીઓને શિક્ષા થવાને બદલે તેઓનો બચાવ થાય છે.

(11:14 pm IST)