એન. આર. આઈ. સમાચાર
News of Friday, 20th April 2018

યુ.એસ.ની સેન્‍ટ લુઇસ પ્રાયોરી હાઇસ્‍કુલ મિઝોરીના સિનીયર સ્‍ટુડન્‍ટ ઇન્‍ડિયન અમેરિકન સોહન કાન્‍ચેલાનો દબદબો : કોકોકોલાના ૧પ૦ સ્‍કોલર્સમાં સ્‍થાન મેળવ્‍યા બાદ ર૦૧૮ની સાલનું પ્રિન્‍સેટોન પ્રાઇઝ અંકે કર્યુ

મિસૌરી :  યુ.એસ.માં સેન્‍ટર લુઇસ MO. સ્‍થિત  આવેલી પ્રાયોરી હાઇસ્‍કુલના સીનીયર સ્‍ટુડન્‍ટ ઇન્‍ડિયન અમેરિકન સોહન કાન્‍ચેલાએ જુદા જુદાા ઓર્ગેનાઇઝેશન્‍સના એવોર્ડ મેળવી સ્‍કુલ તથા વતન ભારતનું નામ રોશન કર્યુ છે.

તેણે કોકો કોલાના ૧પ૦ સ્‍કોલર્સમાં સ્‍થાન મેળવ્‍યા બાદ ર૦૧૮ પ્રિન્‍સેટોન પ્રાઇઝ પણ મેળવ્‍યું છે તથા સ્‍કુલના AXA મેળવનાર સ્‍ટુડન્‍ટ તરીકે સ્‍થાન હાંસલ કર્યુ છે. તેની લીડરશીપ, વિનમ્રતા તથા પ્રગતિને પ્રાયોરી હાઇસ્‍કુલના ફાધર ગ્રેગોરી મોહર્મનએ પણ બિરદાવી છે. તથા સ્‍કુલ ઉપરાંત બહારના ક્ષેત્રે પણ તેની કાબેલિયત પ્રેરણારૂપ હોવાનું જણાવ્‍યું હતું.

શ્રી સોહન ભવિષ્‍યમાં હાર્વર્ડ અથવા પલે યુનિવર્સિટીમાં મેડીસીન અથવા બિઝનેસનો અભ્‍યાસ કરવા માંગે છે. તે હાલમાં સ્‍કુલની સ્‍ટુડન્‍ટ કાઉન્‍સીલના પ્રેસિડન્‍ટ તરીકે તથા મેથ કલબના પ્રેસિડન્‍ટ તરીકે સેવાઓ આપે છે તથા બહારના ક્ષેત્રે કોમ્‍યુનીટીને સમાનતા તથા ન્‍યાયનો હકક અપાવવા તેણે નોનપ્રોફીટ ઓર્ગેનાઇઝેશનની સ્‍થાપના કરી છે તથા યુવા સંગઠન ક્ષેત્રે તે કાર્યરત છે.

(10:57 pm IST)