એન. આર. આઈ. સમાચાર
News of Friday, 20th April 2018

અમેરિકાની કેબિનેટમાં સ્‍થાન મેળવવાનો વિક્રમ ધરાવતા ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી નિક્કી હેલીનું પદ જોખમમાં: પ્રેસિડન્‍ટ ટ્રમ્‍પ સાથેના સંબંધોમાં તિરાડ પડયાનું અનુમાનઃ ૨૦૨૦ની સાલમાં ટ્રમ્‍પના પ્રતિસ્‍પર્ધી તરીકે ઊભરી આવે તેવી શક્‍યતા જણાતા ગમે ત્‍યારે હોદા ઉપરથી દૂર કરી દેવાશે તેવી અફવા

વોશીંગ્‍ટનઃ અમેરિકાની કેબિનેટમાં  સૌપ્રથમવાર સ્‍થાન મેળવવાનો વિક્રમ ધરાવતા ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી નિક્કી હેલી તથા પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ વચ્‍ચેના સંબંધોમાં તિરાડ પડી હોવાનું સ્‍થાનિક સમાચાર પત્રો દ્વારા જાણવા મળે છે.

યુનાઇટેડ નેશન્‍શમાં અમેરિકાના એમ્‍બેસેડર તરીકે નિમાયેલા સુશ્રી નિક્કીએ રશિયા તથા અમેરિકા વચ્‍ચેના વિવાદ મામલે કરેલા વિધાનોથી ટ્રમ્‍પ ખફા થયા હોવાનું માનવામાં આવે છે. જો કે સુશ્રી નિક્કીના જણાવ્‍યા મુજબ તેમણે વ્‍હાઇટ હાઉસ સૂત્રોમાંથી મળેલી માહિતીના આધારે નિવેદનો કર્યા હતા.

સાથોસાથ ૨૦૨૦ની સાલમાં પણ અમેરિકાના પ્રેસિડન્‍ટ તરીકે ચૂંટણી લડવા માંગતા ડોનાલ્‍ડ ટ્રમ્‍પને આ ઇન્‍ડિયન અમેરિકન મહિલા તેમના પ્રતિસ્‍પર્ધી રૂપે દેખાઇ રહ્યા હોવાનું પણ અનુમાન થઇ રહ્યું છે.

આ બધી બાબતોને ધ્‍યાને લેતા સુશ્રી નિક્કીને કદાચ તેમના પદ ઉપરથી દૂર કરવામાં આવે તેવું અનુમાન થઇ રહ્યુ હોવાનું  સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:56 pm IST)