એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 22nd December 2020

" હું તો કશુજ કરતો નથી, બધું થઈ જાય છે હું પ્રભુનો ખેપીયો....": ' ખેપિયો ' ના હુલામણા નામે ઓળખાતા કવિશ્રી રમેશભાઈ કે.પટેલ ખેપીયા તરીકેની લીલા પૂર્ણ કરી : 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા : ગુજરાતી સિનીયર ફ્રેન્ડ સર્કલ GSFC કેલિફોર્નિયા તરફથી ZOOM MEET દ્વારા શોકસભા નું આયોજન કરવામાં આવ્યું

કેલિફોર્નિયા : કવિશ્રી રમેશભાઈ કે પટેલ ' ખેપીયોના ' હુલામણા નામે ઓળખાતા ૮૭ વર્ષની લાંબી મઝલ કાપી પ્રભુના ખેપીયા તરીકે ની લીલા પૂર્ણ કરીને આ જગતમાં થી ગઈકાલે રાત્રે વિદાય લીધી.. આ દુઃખદ સમયે તેમના કુટુંબીજનો ને દીલસોજી પાઠવવા  ગુજરાતી સિનીયર ફ્રેન્ડ સર્કલ GSFC કેલિફોર્નિયા તરફથી  ZOOM MEET દ્વારા શોકસભા નું આયોજન કરવામાં આવ્યું.

       ઉપરોક્ત  પંક્તિના પઠન દ્વારા તેના સર્જકને યાદ કરીને સંસ્થાના સંચાલક શ્રી ગુણવંતભાઈ એ અંજલી અર્પિ, પુત્ર તરૂણ પટેલ તથા જમાઈ શ્રી કૌશિકભાઈ પટેલ દ્વારા રમેશભાઈ ના જીવન-કવનની માહિતી આપી. વિનમ્ર અને પરગજુ એવા રમેશભાઈ નું બાળપણ માતા-પિતા સાથે ભાદરણમાં વિત્યું , ગુજરાત યુનિર્વસિટી અમદાવાદ થી B.,A ની ડીગ્રી પ્રાપ્ત કરી, વલ્લભ વિધ્યાનગર થી B.Ed. થયા, ઝારોલ ગામની શાળામાં શિક્ષક તરીકે જોડાયા.

      આ વર્ષો દરમ્યાન શ્રી નિરંજન ભગત તથા શ્રી પુરૂસોત્તમ માવલંકર જેવા સાક્ષરો ના પરીચય માં આવ્યા, તેમની પ્રેરણાથી સાહિત્ય સર્જનમાં કદમ માડ્યાં, અમેરીકા આવ્યા બાદ પણ આ સાહિત્ય યાત્રા ચાલું રહી... U. C.I Medical Centre માં ૧૫ વર્ષ ની સેવા દર્મ્યાન બેસ્ટ એમ્પલોયનો એવોર્ડ મેળવી ગૌરવ પ્રાપ્ત કર્યુ. ૨૦૧૪ માં પત્નિ કુસુમબેન ની અનંત યાત્રા બાદ પુત્ર-પુત્રી ના પરિવાર સાથે ભગવત્ત સ્મરણ સાથે કાવ્ય સર્જનમાં પ્રવ્રુત્ત રહ્યા.

       શ્રી કાન્તિભાઈ મિસ્ત્રી એ રમેશભાઈ સાથે અવાળનવાળ થતાં મિલન-મેળાપ દરમ્યાન અનુંભવેલા પ્રસંગોને યાદ કરી અંજલિ અર્પી, મિત્રો ના સહવાસમાં તેઓ સદાય ખીલી ઉઠતાં,આ વાતને   જગદિશ પટેલ (ફેડરલ  રીટાયરી) ,જીતુંભાઈ પટેલ ( AISA ) ,દુષ્યંત પટેલ , તેમજ અન્ય સૌએ સર્મથન આપ્યું.

      રમેશભાઈ પટેલ(ખેપીયો ) તથા  રમેશભાઈ પટેલ ( આકાશદિપે )  સમાન નામ વાળા બન્ને કેલિફોર્નિયા સ્થિત કવિ મિત્રો જેને કારણે સર્જાતી વિડંબના અને રમુજ સાથે મિલનની વાતો વાગોળી સંયોગ અનુંસાર બન્ને મિત્રો ખેડા જીલ્લાના વતની હોવાને નાતે સહજ આત્મિયતા કેળવાઈ. શ્રી ભાનુંભાઈ પંડ્યાએ રમેશભાઈ ની ગાયત્રી પરિવાર પ્રત્યેની આસ્થા અને વિશ્વાસના પાસાને ઉજાગર કર્યું    શ્રી હર્ષદરાય શાહએ  તેમના સાહિત્ય સર્જન યાત્રા વિશે વિગતે વાત કરી

                             " ઉર્મિલ દીલ ઉભરાયતો આંસુ થઈ છલકાય
                           ઉર્મિલ દીલ છલકાય તો આંસુ બની વહી જાય "
'આરસી' એમની વાર્તા હતી,    ' પાટીદાર' માસિકમાં તેમના લેખો તથા કાવ્યો છપાતા,
તથા કેલિફોર્નિયા થી પ્રસિધ્ધ થતાં ' ગુંજન ' માસિક માં યોગદાન હતું
૨૦૦૪ થી ગુજરાત ટાઈમ્સ અને ગુજરાત દર્પણ મા તેમના કાવ્યો પ્રસારીત થતા હતા જે અવિરત ૨૦૨૦ સુધી ચાલું હતાં.
   ' મારુ ગામ ભાદરણ " નામનો લેખ ગુજરાત ટાઇમ્સ લખાયેલ જે ખુબ પ્રસંસા પામ્યો.

   સર્વ શ્રી ગુણવંત પટેલ, મહેદ્રપુરી ગૌસ્વામિ,હર્ષદરાય શાહ, તથા કાન્તિભાઈ મિસ્ત્રી ની સદ્દભાવના તેમજ ગુજરાત દર્પણ- સુભાષ શાહ ( ન્યુ જર્સી ) ના સહયોહ થી ખેપીયો નો કાવ્ય સંગ્રહ ' હ્રદય ઉર્મિ ' નું વિમોચન ૨૦૧૬ માં આનંદ પૂર્વક કરવામાં આવ્યું હતું... શ્રી ચંદ્રકાન્ત દેસાઈ ની પ્રસ્તાવના સાથે શ્રીમતિ પ્રગ્ના દાદભાવાળા , સપના વિજાપુરા ના વરદ હસ્તે વિમોચન થયું
ઉપરોક્ત પ્રસંગે રમેશ પટેલ ( આકાશ દીપ ), શ્રી અરવિંદ જોષી, પ્રવિણ ડી . પટેલ ની હાજરી ધ્યાનાકર્ષક હતી.

    ગુજરાત દર્પણ ડીસેમ્બર ૨૦૨૦ માં આવેલી એમની અંતિમ કાવ્ય રચના ' ફકીરા ' માં થી પ્રેરણા લઈ શ્રી હર્ષદરાય શાહે રચેલ હાઈકું રજુ કરી અંજલી અર્પી
                               " સત્ય તું શોધ
                                     અંતે બધુ નિર્ગુણ
                                                   પ્રભુ છે સત્ય ".
 વર્જિનિયા સ્થિત પિયુષા ગજ્જરે જોડાઈ ને એક શ્રધાંજલિ ગીત રજુ કર્યું
અંતમા સૌએ ગુણવંતભાઈ ની આગેવાની માં એક મિનિટ મૌન પાળી સદ્દગત્ત ના આત્માને શાંતિ અર્થે પ્રાથના કરી,તેવું શ્રી કાંતિલાલ મિસ્ત્રીની યાદી દ્વારા જાણવા મળે છે.

(6:46 pm IST)