એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 23rd October 2021

' અભી તો મૈં જવાન હું ' : જાપાનમાં નિવૃત્તિ પછી પણ કામ કરવાનો વધી રહેલો ક્રેઝ : માત્ર પૈસા કમાવા માટે નહીં પણ શરીરને ચુસ્ત રાખવા અને જરૂરિયાતમંદોની સેવા કરવાનો હેતુ : દેશમાં વધી રહેલી કામદારોની તંગી વચ્ચે સિનિઅર સીટીઝન નાગરિકો મેદાનમાં

ટોક્યો : જાપાનમાં નિવૃત્તિ પછી પણ કામ કરવાનો ક્રેઝ વધી રહ્યો છે. જેનો હેતુ માત્ર પૈસાકમાવાનો નહીં પણ શરીરને ચુસ્ત રાખવા અને જરૂરિયાતમંદોની સેવા કરવાનો છે. ઉપરાંત દેશમાં વધી રહેલી કામદારોની તંગી વચ્ચે સિનિઅર સીટીઝન નાગરિકો મદદરૂપ થવા આગળ આવી રહ્યા છે.

એટ્સુકો કાસા નામક 68 વર્ષીય મહિલા જણાવે છે કે તે નિવૃત્તિની ઉંમર માટે ખૂબ નાની છે .તે મજાકમાં કહે છે કે અભી તો મૈં જવાન હું. તે ખૂબ જ ઝડપી અને મહેનતુ છે અને જીવનની ગતિ ધીમી કરવાનો તેનો કોઈ ઈરાદો નથી. કાસા જાપાનના શહેર યોકોહામામાં તેના ઘરની નજીકના સિલ્વર જિનઝાઈ સેન્ટરમાં બને ત્યાં સુધી કામ કરવાનું ચાલુ રાખવાની યોજના ધરાવે છે.

કાસા અન્ય લોકોને મદદ કરવા માંગે છે. તે એક કોસ્મેટિક્સ કંપનીના એકાઉન્ટિંગ વિભાગમાં કામ કરતી હતી. અને તે એવા વૃદ્ધ જાપાની નાગરિકોમાંથી એક છે જેમણે બાગકામ, મિત્રો સાથે ફરવા અને પૌત્રોની સંભાળ રાખવા જેવા પરંપરાગત નિવૃત્તિના શોખને અનુસરવાને બદલે કામ પર પાછા ફરવાનું પસંદ કર્યું છે.

મોટાભાગના લોકો આ કામ માત્ર પૈસા માટે નથી કરતા. જાપાનમાં આશરે સાત મિલિયન લોકો આ રાષ્ટ્રવ્યાપી સંસ્થા સાથે નોંધાયેલા છે, જે 1975 માં ટોક્યોમાં શરૂ કરવામાં આવી હતી. આ વૃદ્ધો પાછળનો મુખ્ય હેતુ પોતાને વ્યસ્ત રાખીને સમાજ સેવા કરવાનો છે. અન્ય લોકોને મદદ કરવાનો છે તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(1:49 pm IST)