એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 20th October 2021

NRI ના ખાતામાંથી નાણાંની ઉઠાંતરી કરતી ગેંગનો પર્દાફાશ : દિલ્હી ખાતેની એચડીએફસી બેંકના 3 કર્મચારીઓ સહિત 12 લોકોની ધરપકડ

ન્યુદિલ્હી : દિલ્હી પોલીસે છેતરપિંડીના આરોપમાં HDFC બેંકના 3 કર્મચારીઓ સહિત 12 લોકોની ધરપકડ કરી છે. આ તમામ પકડાયેલા આરોપીઓ પર NRI બેંક ખાતામાંથી મોટી રકમ સાથે અનધિકૃત ઉપાડના પ્રયાસોમાં સામેલ હોવાનો આરોપ છે.

પોલીસે જણાવ્યું હતું કે, HDFC બેંકના 3 કર્મચારીઓ સહિત 12 લોકોની એનઆરઆઈ બેંક ખાતામાંથી મોટી રકમ સાથે અનધિકૃત ઉપાડ કરવાના પ્રયાસોમાં તેમની કથિત સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી છે. આ લોકો દ્વારા ખાતામાંથી અનધિકૃત ઓનલાઈન વ્યવહારોનો 66 વખત પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ડીસીપી (સાયબર સેલ) કે.પી.એસ. મલ્હોત્રાએ જણાવ્યું હતું કે આરોપીઓએ  ચેકબુક બનાવટી રીતે મેળવી હતી, જે રિકવર કરવામાં આવી છે. એટલું જ નહીં, આ છેતરપિંડી કરનારાઓએ ખાતાધારકોના યુએસ આધારિત ફોન નંબર સમાન મોબાઇલ ફોન નંબર પણ મેળવ્યા હતા.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(9:27 am IST)