એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 23rd October 2019

યુ.એસ.જોઇન્ટ કમિશન શિકાગો દ્વારા પેશન્ટ સેફટી ડીરેકટર તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી રાજી થોમસની નિમણુંક

શિકાગોઃ યુ.એસ.ના શિકાગોમાં આવેલી રશ યુનિ.ના મેડીકલ સેન્ટરમાં પેશન્ટ સેફટી એન્ડ પર્ફોર્મન્સ ઇમ્પ્રુવમેન્ટ ડીપાર્ટમેન્ટના ડીરેકટર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી રાજી થોમસની ''ઓફિસ ઓફ કવોલીટી એન્ડ પેશન્ટ સેફટી'' ડીરેકટર તરીકે નિમણુંક થઇ છે.

જોઇન્ટ કમિશન દ્વારા નિમણુંક પામેલ સુશ્રી રાજી આ અગાઉ વોશીંગ્ટન યુનિવર્સિટી સ્કુલ ઓફ મેડીસીનમાં બાર્ન્સ જેવીશ હોસ્પિટલમાં સ્પેશ્યાલીસ્ટ તરીકે તેમજ પેશન્ટ સેફટી કન્સલન્ટન્ટ તરીકે સેવાઓ આપી ચૂકયા છે.

(8:00 pm IST)