એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 23rd October 2019

પાકિસ્તાનમાં છેલ્લા એક જ વર્ષમાં ફરજીયાત ધર્માન્તરના 1 હજારથી વધુ કિસ્સા : હિંદુ, શીખ અને ખ્રિસ્તી યુવતીઓનું જબરદસ્તીથી ધર્માંતર કરી લગ્ન કરાવાયા : માનવ અધિકાર આયોગનો અહેવાલ : માનવાધિકારના ઉલ્લંઘન અને ધર્મના આધારે થતા ભેદભાવ વિરુધ્ધ અમેરિકન સંસદીય સમિતિનો આક્રોશ

વોશિંગટન : તાજેતરમાં અમેરિકાની દક્ષિણ અને મધ્ય એશિયા મામલાની સંસદીય સમિતિના ઉપ પ્રમુખ એલિસ વેલ્સે પાકિસ્તાન વિરુધ્ધ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ત્યાં માનવાધિકારના ઉલ્લંઘન અને ધર્મના આધારે થતા ભેદભાવ ચિંતાજનક છે.લોકો પર બિન જરૂરી રીતે નાણાકીય કાર્યવાહી કરાઈ રહી છે. ત્યાં સુધી કે, લોકોને કોઈ સ્થળે શાંતિપૂર્ણ રીતે

ભેગા પણ નથી થવા દેવાતા. જે લોકો સરકાર અને સેનાની ટીકા કરે તેમનો અવાજ દબાવવામાં આવે છે. હાલમાં જ ત્યાં પશ્તૂન તહાફૂજ જેવા જનઆંદોલનોને પણ કચડી નંખાયા છે.

તેમણે માનવ અધિકાર આયોગના અહેવાલને ટાંકતા ઉમેર્યું હતું કે પાકિસ્તાનમાં છેલ્લા એક જ વર્ષમાં ફરજીયાત ધર્માન્તરના 1 હજારથી વધુ કિસ્સા બન્યા છે.

 હિંદુ, શીખ અને ખ્રિસ્તી યુવતીઓનું જબરદસ્તીથી ધર્માંતર કરી લગ્ન કરાવાયાછે.તેમજ પાક. સેનાના હવાઈ હુમલામાં 19 વર્ષમાં સેંકડો નિર્દોશો માર્યા ગયા છે.

(11:58 am IST)