એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 23rd October 2018

યુ.એસ.ના રાજકારણમાં ઇન્ડિયન અમેરિકન પારસી સજ્જન શ્રી દારાયસ સોરાબજીનો પ્રવેશઃ કેલિફોર્નિયાના કેમ્પબેલમાં સીટી કાઉન્સીલર તરીકે ઉમેદવારી નોંધાવી

કેલિફોર્નિયાઃ યુ.એસ. સ્થિત ઇન્ડિયન અમેરિકન સોફટવેર એન્જીનીયર શ્રી દારાયસ સોરાબજીએ કેમ્પબેલ કેલિફોર્નિયા સીટી કાઉન્સીલ પદ માટે ઉમેદવારી નોંધાવી છે.

રાજકારણમાં નવા પ્રવેશી રહેલા પારસી સજ્જન શ્રી સોરાબજી ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટે ચૂંટણી લડી રહ્યા હોવાનું જણાવે છે. ખાસ કરીને રહેણાંક માટેના મોટા મકાનો તથા વિશાળ રસ્તાઓની સુવિધા વધારવાની તેમની નેમ છે. તથા લોકોના પ્રશ્નોને વાચા આપવા માંગે છે. તથા ચૂંટાઇ ગયા બાદ પોતાની કામગીરીના આધારે આગળ વધવા માંગે છે. તેઓ દિલ્હીના વતની છે તથા ૧૯૯૪ની સાલથી કેમ્પબેલમાં સ્થાયી થયા છે.

(9:46 pm IST)