એન. આર. આઈ. સમાચાર
News of Friday, 20th September 2019

યુ.એસ. ના ફલોરિડામાં ભારત તથા આફ્રિકાના જરૂરીયાતમંદ સ્ટુડન્ટસ માટે મેડીકલ કોલેજનું નિર્માણઃ ઇન્ડિયન અમેરિકન દંપતિ ડો. કિરણ સી. પટેલ તથા ડો. પલ્લવી પટેલએ રપ૦ મિલીયન ડોલરનું ડોનેશન આપ્યું

ફલોરીડાઃ ઝામ્બિઆમાં જન્મેલા અને ભારતમાં શિક્ષિત થયેલા યુ.એસ. સ્થિત ઇન્ડિયન અમેરિકન કાર્ડિયોલોજીસ્ટ ડો. કિરણ પટેલ તથા તેમના પત્ની પિડીયાટ્રીશ્યન ડો. પલ્લવી પટેલએ ફલોરિડામાં મેડીકલ કોલેજ માટે નોવા સાઉથ ઇસ્ટર્ન યુનિવર્સિટીને રપ૦ મીલીયન ડોલરનું ડોનેશન આપ્યું છે. જયાં ભારત તથા આફ્રિકાના જરૂરીયાતમંદ સ્ટુડન્ટસને આંતરરાષ્ટ્રીય કક્ષાના મેડીકલ શિક્ષણથી સજજ કરશે.

નવા બંધાયેલા ૩ માળના ૩ લાખ ૧૧ હજાર સ્કેવર ફીટના બાંધકામ સાથેના ટેમ્પા બે એરીયામાં આવેલા બિલ્ડીંગમા ૪ મેડીકલ કોલેજ કાર્યરત થશે. જેમાં ડો. પલ્લવી પટેલ કોલેજ ઓફ હેલ્થકેર તથા ડો. કિરણ સી. પટેલ, કોલેજ ઓફ ઓસ્ટીઓપેથિક મેડીસીનનો સમાવેશ થાય છે.

આ નવનિર્મિત બિલ્ડીંગ ઉપરોકત દંપતિના હસ્તે શનિવારના રોજ ખુલ્લુ મુકાયું હતુ, તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:18 pm IST)