એન. આર. આઈ. સમાચાર
News of Friday, 20th July 2018

ઓગષ્‍ટ ર૦૧૮ માસ દરમ્‍યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતીઃ ચાલુ માસ દરમ્‍યાન કૌટુબિંક આધારિત ચોથી કેટેગરી સિવાય તમામ કેટેગરીમાઓ બે થી નવ અઠવાડિયા આગળ વધેલ છે. આ વિભાગમાં ચોથી કેટેગરી એકપણ અડવાડીયું ચાલુ માસ દરમ્‍યાન આગળ વધેલ નથી. તેની સાથે સાથે રોજગાર આધારિત વિભાગમાં ૩જી કેટેગરી તથા બીજા અન્‍ય કામદારોની આ કેટેગરી ફકત આઠ આઠ અઠવાડીયા આગળ વધેલ છે. જયારે પહેલી અને બીજી કેટેગરી એકપણ અઠવાડીયું આગળ વધેલ નથી. વધારામાં ચોથી અને ધાર્મિક વ્‍યકિતઓની કેટેગરીઓમાં વર્તમાન સમય ચાલુ હતો. પરંતુ હવે તે બે વર્ષ પાછળ ધકેલાઇ જવા પામેલ છે અને હાલમાં ૮ મી ફેબ્રુઆરી ર૦૧૬ ચાલે છે એટલે આ કેટેગરીઓમાં વિપરિત પરિસ્‍થિતિ સર્જાવા પામેલ છે

(10:32 pm IST)