એન. આર. આઈ. સમાચાર
News of Friday, 20th July 2018

ઓસ્‍ટ્રેલિયામાં કુશળ કર્મચારીઓ તરીકે સ્‍થાયી થયેલા વિદેશીઓમાં તમામ ક્ષેત્રે ભારતીયો અવ્‍વલઃ ઓસ્‍ટ્રેલિયા સ્‍ટેટેસ્‍ટિક બ્‍યુરોનો અહેવાલ

ઓસ્‍ટ્રેલિયાઃ ઓસ્‍ટ્રેલિયમાં સ્‍થાયી થયેલા વિદેશોના કુશળ કર્મચારીઓમાં તમામ ક્ષેત્રે ભારતીયો અગ્ર ક્રમે છે. ર૦૦૦ થી  ર૦૧૬ ની સાલ દરમિયાન ર,૯૧,૯૧૬ ભારતીયો ઓસ્‍ટ્રેલિયામાં  સ્‍થાયી થયા છે. જેમાંથી ૧,પ૪,૦૧ર ને નાગરિકત્‍વ  મળી ગયું છે તેવું ઓસ્‍ટ્રેલિયા સ્‍ટેટેસ્‍ટિક બ્‍યુરોનો અહેવાલ જણાવે છે. તેમાંથી મોટા ભાગનાઓએ ઘરનું ઘર પણ બનાવી લીધુ છે. આ ભારતીયો ઇંગલીશ નોલેજ સહિત તમામ ક્ષેત્રે અગ્રેસર છે.

જુદા જુદા દેશોમાંથી કુશળ કર્મચારીઓ તરીકે ઓસ્‍ટ્રેલિયા આવેલા ઇમીગ્રન્‍ટસમાં પણ ભારતીયો ૧૯ ટકાની સંખ્‍યા સાથે  પ્રથમ ક્રમે છે. જયારે ઇંગ્‍લાંડ ૧૩ ટકા સાથે બીજા ક્રમે  તથા ચીન ૧ર ટકા  સંખ્‍યા સાથે ત્રીજા ક્રમે છે જયારે ફેમીલી વીઝા અંતગર્ત ૧૪ ટકા સાથે ચીનના વતનીઓ પ્રથમ ક્રમે ૯ ટકા સાથે UK  બીજા ક્રમે  તથા ૮ ટકા સાથે ભારતીયો ત્રીજા ક્રમે છે. ઉપરાંત હયુમેન્‍ટી  ધોરણે આવેલા ૪પ,૮૧૬ વિદેશીઓમાં  ૩૭,૭પ૧ આશ્રિતો ઇરાકના છે જયારે ભારતના માત્ર ૧૦૯૭ છે તેવું જાણવા મળે છે.

(10:04 pm IST)