એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 18th July 2018

અમેરિકાના ટેકસાસમાં સંત નિરંકારી સમીટનું આયોજન કરાયું: ૩૦ જુન તથા ૧ જુલાઇ ૨૦૧૮ દરમિયાન યોજાયેલી સમીટમાં માનવ એકતા તથા વાત્‍સલ્‍યનો સંદેશ આપતી આકૃતિનું નિર્માણ કરાયું: ગિનીસ ઓર્ગેનાઇઝેશન દ્વારા એરિઅલ ક્રેનથી કરાયેલું શુટીંગ અધિકૃત થયા બાદ પ્રસારિત કરાશે

ટેકસાસઃ યુ.એસ.માં સંત નિરંકારી મિશનના ઉપક્રમે હમ્‍બલ સિવીક સેન્‍ટર ટેકસાસ ખાતે ૩૦ જુન તથા ૧ જુલાઇ ૨૦૧૮ દરમિયાન બે દિવસિય આંતર રાષ્‍ટ્રિય ‘‘નિરંકારી સ્‍પિરીચ્‍યુઅલ સમીટ  એન્‍ડ યુથ કોન્‍ફરન્‍સ ઓફ નોર્થ અમેરિકા''નું આયોજન કરાયુ હતું.

‘‘લાઇટ હાઉસ ૨૦૧૮'' વિષય ઉપર આધારિત આ સમીટમાં અમેરિકા, કેનેડા, યુ.કે.ભારત સહિતના દેશોના ૭ થી ૩૦ વર્ષ વચ્‍ચેની વયના બાળકો તથા યુવાનો જોડાયા હતા.

સદગુરૂ માતા સવિન્‍દર હરદેવજીના સ્‍વાગત સાથે શરૂ કરાયેલી આ સમિટનો હેતુ બાળકો તથા યુવાનોના સશક્‍તિકરણ તથા યોગા, મેડીટેશન, રમત-ગમત, સાંસ્‍કૃતિક કાર્યક્રમો તેમજ સેમિનાર સહિતના બે દિવસિય આયોજન વડે વિશ્વશાંતિ ફેલાવવાનો હતો.

સમીટ અંતર્ગત ૩૦ જુનના રોજ વિશ્વને પરમાત્‍માની અપાર શક્‍તિ તથા એકતા અને વાત્‍સલ્‍યનો સંદેશ આપતી વિશાળ તેવી માનવ રચિત આકૃતિનું નિર્માણ કરાયું હતું. જેનું ગિનીસ ઓર્ગેનાઇઝેશનએ એરિઅલ ક્રેન દ્વારા શુટીંગ કર્યુ હતું. જે અધિકૃત કરી પ્રસારિત કરાશે.

બે દિવસિય શિબિરમાંથી ૭ થી ૧૩ વર્ષ તથા ૧૪ થી ૩૦ વર્ષ વચ્‍ચેની વયના બે વિભાગ પાડવામાં આવ્‍યા હતા.તથા ભાવિ પેઢીના નિર્માણ માટે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. તેવું IAN દ્વારા જાણવા મળે છે

(11:13 pm IST)