એન. આર. આઈ. સમાચાર
News of Friday, 22nd May 2020

" યુનિટી ટાસ્ક ફોર્સ " : અમેરિકાના પૂર્વ વાઇસ પ્રેસિડન્ટ જો બિડન તથા સેનેટર બર્ની સેન્ડર્સના ટાસ્ક ફોર્સમાં 6 ઇન્ડિયન અમેરિકન અગ્રણીઓને મહત્વનું સ્થાન

વોશિંગટન : અમેરિકાના પૂર્વ વાઇસ પ્રેસિડન્ટ તથા 2020 ની સાલના ડેમોક્રેટિક પાર્ટીના પ્રેસિડન્ટ પદ માટેના સંભવિત ઉમેદવાર જો બિડન અને સેનેટર બર્ની સેન્ડર્સના યુનિટી ટાસ્ક ફોર્સમાં 6 ઇન્ડિયન અમેરિકન અગ્રણીઓને મહત્વના સ્થાન અપાયા છે.

આ 6 ઇન્ડિયન અમેરિકન અગ્રણીઓ પૈકી કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમીલા જયપાલ ,અને પૂર્વ સર્જન જનરલ વિવેક મુર્થીને હેલ્થ કેર ટાસ્ક ફોર્સના કો-ચેર બનાવાયા છે.ઉપરાંત 26 વર્ષીય વર્શીની પ્રકાશ , 30 વર્ષીય એલેક્ઝાન્ડ્રિયા ઓકસીઓ કૉર્ટેક્સ ,58 વર્ષીય કેથરીન ફ્લાવર્સ ,તથા વનિતા ગુપ્તાનો મેમ્બર તરીકે સમાવેશ થાય છે.

(1:08 pm IST)