એન. આર. આઈ. સમાચાર
News of Friday, 22nd May 2020

કોરોના સંકટનો સામનો કરવામાં ટ્રમ્પ સરકાર નિષ્ફ્ળ : 16 માર્ચને બદલે 1 માર્ચથી લોકડાઉન અમલી કર્યું હોત તો મોતનું તાંડવ રચાતું અટકી જાત : કોલંબિયા યુનિવર્સીટીના સંશોધકોનો અભિપ્રાય

ન્યુયોર્ક : અમેરિકામાં કોરોના વાયરસે મચાવેલા મોતના તાંડવને અનુલક્ષીને કોલંબિયા યુનિવર્સીટીના સંશોધકોએ કરેલા અભ્યાસમાં આવેલા તારણ મુજબ પ્રેસિડન્ટ કોરોના વાઇરસની ગંભીરતા સમજવામાં નિષ્ફ્ળ નીવડ્યા છે.જયારે મોતનો આંકડો 10 હજાર ઉપર હતો ત્યારે જ એટલેકે 1 માર્ચથી જ લોકડાઉન અમલી બનાવી દેવાની જરૂર હતી.તેને બદલે 16 માર્ચથી અમલી બનાવતા વચ્ચેના 15 દિવસના ગાળામાં 50 હજાર ઉપરાંત નાગરિકો મોતને ભેટ્યા હતા.

ટ્રેમ્પ સરકાર વિરુદ્ધ વિરોધ દર્શાવવા માટે નાગરિકોએ વ્હાઇટ હાઉસ સામે બોડી બેગ મૂકી વિરોધ પ્રદર્શન કર્યું હતું તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:44 am IST)