એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 21st May 2020

અમેરિકાની યુનિવર્સીટીઓમાં ભારતના 2 લાખ જેટલા સ્ટુડન્ટ્સ અભ્યાસ કરે છે : કોવિદ -19 ના કારણે નવી અરજીઓની ચકાસણી બાકી છે : ઓગસ્ટ મહિના પછી હાથ ધરાય તેવી શક્યતા : અમેરિકાના એશિયા અફેર્સ ડેપ્યુટી સેક્રેટરી એલિસ વેલ્સ

વોશિંગટન : અમેરિકાના એશિયાઈ અફેર્સ ડેપ્યુટી સેક્રેટરી એલિસ વેલ્સે તાજેતરમાં ભારત ખાતેના પૂર્વ રાજદૂત રિચાર્ડ વર્મા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમેરિકામાં ભારતના 2 લાખ જેટલા સ્ટુડન્ટ્સ અભ્યાસ કરે છે.જે ચીનના સ્ટુડન્ટ્સ  પછી બીજા નંબરની સંખ્યા ધરાવે છે.
હાલમાં કોવિદ -19 ના કારણે  તમામ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓગસ્ટ મહિના સુધી બંધ હોવાથી વિદેશી સ્ટુડન્ટ્સની અમેરિકામાં અભ્યાસ માટેની અરજીઓની ચકાસણી બાકી છે.જે ત્યાર પછી હાથ ધરાશે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:15 pm IST)