એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 20th May 2020

કોવિદ -19 : ટ્રમ્પ વહીવટી તંત્રની ટેલિહેલ્થ સેવાઓ કાબિલેદાદ છે : ઝૂમના માધ્યમ દ્વારા AAPI આયોજિત પેનલ ડિક્સનમાં ઇન્ડિયન અમેરિકન મહિલા અગ્રણી સુશ્રી સીમા વર્માનું ઉદબોધન

વોશિંગટન : સમગ્ર દેશમાં કોરોના વાઇરસના કહેર વચ્ચે ઘેરબેઠા આરોગ્ય સેવાઓ અંગે નિષ્ણાત તબીબો દ્વારા માર્ગદર્શન આપતી ટ્રમ્પ વહીવટી તંત્રની ટેલિહેલ્થ સેવાઓ કાબિલેદાદ છે.તેવું 2 મેના રોજ  ઝૂમના માધ્યમ દ્વારા AAPI  આયોજિત પેનલ ડિક્સનમાં વ્હાઇટ હાઉસ કોરોના વાઇરસ ટાસ્ક ફોર્સ મેમ્બર ઇન્ડિયન અમેરિકન સુશ્રી સીમા વર્માએ  ઉદબોધન કરતાં જણાવ્યું હતું
તેમણે જણાવ્યું  હતું કે મેડીકેરમાં ટેલિહેલ્થ સર્વિસનો સમાવેશ કરાયો છે.જેથી લાભાર્થીઓ કોઈપણ જાતની લાંબી મુસાફરી કર્યા વિના ઘેરબેઠા આ સેવાનો લાભ લઇ રહ્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે કોરોના વાઇરસ વોરંટીયર્સની સેવાઓને કારણે આ વાઇરસના કહેરમાં ઘટાડો થઇ રહ્યો છે.
આ તકે AAPI  ના અન્ય હોદેદારો તથા અગ્રણીઓએ મંતવ્યો વ્યક્ત કર્યા હતા.

(9:00 pm IST)