એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 20th May 2020

અમેરિકામાં હવે સાઇકલનો ક્રેઝ : પબ્લિક ટ્રાન્સપોર્ટની ભીડથી બચવાનો હેતુ : વેચાણમાં ઉછાળો આવતા વેઇટિંગ લિસ્ટ શરૂ

વોશિંગટન : અમેરિકામાં કોરોના વાઇરસના કહેર વચ્ચે પણ કામધંધા શરૂ કરી દેવાયા છે.અલબત્ત ,ભીડથી બચવું ,સોશિઅલ ડિસ્ટન્સ ,સહીત સાવચેતી લેવાઈ રહી છે.તેવા સંજોગોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં થતી ભીડથી બચવા માટે લોકો સાઇકલ ઉપર વ્યાપાર ધંધાના સ્થળે જવાનું પસંદ કરી રહ્યા છે.તેથી સાઈકલની ખરીદીમાં ઉછાળો આવ્યો છે.વિક્રેતાઓ પાસેનો તમામ સ્ટોક ખલાસ થઇ જતા હવે વેઇટિંગ લિસ્ટ બનવા લાગ્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(5:03 pm IST)