એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 19th May 2020

હવે નેપાળે પોત પ્રકાશ્યું : ભારતીય સીમાના કાલાપાની ,લિપુલેખ ,અને લિંપિયાધુરા પોતાના વિસ્તારમાં ગણાવ્યા : નવો નકશો બનાવ્યો

ખટમંડુ :  ભારતે 8 મેના રોજ લિપુલેખ-ધારાચૂલા માર્ગનું  ઉદઘાટન કર્યું હતું. નેપાળે તેને એક તરફી નિર્ણય કહીને વાધો વ્યક્ત કર્યો હતો. તેનો દાવો છે કે મહાકાલી નદીની પૂર્વમાં આવેલો સંપૂર્ણ વિસ્તાર  નેપાળની સીમામાં આવે છે. જવાબમા ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે લિપુલેખ અમારા સીમા ક્ષેત્રમાં આવે છે અને લિપુલેખ માર્ગથી પહેલા પણ માનસરોવર યાત્રા થતી રહી છે. અમે હવે આ જ રસ્તા પર નિર્માણ કરીને તીર્થ યાત્રીઓ, સ્થાનિક લોકો અને કારોબારીઓ માટે આવવા-જવવાની વ્યવસ્થા સરળ બનાવી છે.
              પરંતુ નેપાળે આ બાબતમાં કાયમી વાંધો દર્શાવી  ભારતીય સીમાના કાલાપાની ,લિપુલેખ ,અને લિંપિયાધુરા પોતાના વિસ્તારમાં ગણાવ્યા છે.એટલુંજ નહીં આ વિસ્તારને પોતાની સીમમાં ગણાવતો નવો નકશો પણ બનાવી લીધો છે.જેને નેપાળ સરકારે મંજૂરી પણ આપી દીધી છે.જે તમામ સરકારી ઓફિસોમાં મુકાશે તથા અભ્યાસક્રમમાં પણ સમાવાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:26 pm IST)