એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 19th May 2020

અમેરિકામાં ગેરકાયદે ઘુસેલા 1739 ભારતીયો પૈકી 161 ને પરત મોકલાશે : મોટા ભાગના હરિયાણાના

વોશિંગટન : અમેરિકામાં મેક્સિકોના રસ્તે થઇ ગેરકાયદે ઘુસેલા 1739 ભારતીયો જુદી જુદી 95 જેલોમાં બંધ છે.જે પૈકી 161 ને ચાર્ટર પ્લેન દ્વારા પંજાબ  પરત મોકલાશે.આ ભારતીયોમાં મોટા ભાગના હરિયાણાના છે.
            નોર્થ અમેરિકન પંજાબ એસોસિએશન(એનએપીએ)ના કાર્યકારી નિર્દેશક સતનામ સિંહ ચહલના જણાવ્યા મુજબ, ગેરકાયદેસર રીતે દેશમાં ઘુસનાર 1,739 ભારતીયો અમેરિકાની 95 જેલમાં બંધ છે. તેમની અમેરિકાના કસ્ટમ કે ઈમિગ્રેશન વિભાગે ધરપકડ કરી છે.
           ભારત મોકલવામાં આવનારાઓ 161ભારતીયો પૈકી  સૌથી વધુ 76 લોકો હરિયાણાના છે. જ્યારે પંજાબના 56, ગુજરાતના 12, ઉતર પ્રદેશના પાંચ, મહારાષ્ટ્રના ચાર,  કેરળ, તેલંગાણા અને તમિલનાડુના બે-બે, આંધ્રપ્રદેશ અને ગોવાના એક-એક વ્યક્તિને પરત ભારત મોકલવામાં આવશે. એનએપીએના જણાવ્યા મુજબ, તેમાં ત્રણ મહિલાઓ અને હરિયાણાનો  19 વર્ષનો એક કિશોર પણ સામેલ છે. આ લોકો સિવાય પણ જે લોકો હાલ પણ અમેરિકાની જેલમાં બંધ છે, તેમનું શું થશે, હાલ તેની પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:07 pm IST)