એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 19th May 2020

ચીનનું વધુ એક કારસ્તાન : કોરોના વાઇરસ ફેલાવ્યા પછી હવે સાઇબર એટેક : એશિયાની સરકારી અને ખાનગી કંપનીઓના મહત્વના ડેટા ઉપર ટારગેટ

બેજિંગઃ : સમગ્ર વિશ્વમાં  કોરોના વાઇરસના ફેલાવા માટે જવાબદાર ગણાતા ચીનનું વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે.જે મુજબ આ સાયબર એટેકમાં એશિયાની મોટી કંપનીઓ સાથે-સાથે સરકારી સંસ્થાઓને ટારગેટ કરવામાં આવી રહી છે. ડિજીટલ સિક્યોરિટી કંપનીઓ Avast અને ESETએ તાજેતરમાં જ સાયબર એટેકનો ખુલાસો કર્યો, જે મુજબ મધ્ય એશિયાની સરકારી અને ખાનગી સંસ્થાઓના મહત્વના ડેટા પર એડવાન્સ પરસિસ્ટેન્ટ થ્રેટ (APT)થી હુમલો કરવામાં આવી રહ્યો છે.

બંને કંપનીઓએ એમના રિસર્ચ રિપોર્ટમાં દાવો કર્યો છે કે સાયબર ક્રિમિનિલ્સ આ એટેકથી લાંબા સમય સુધી અતિસંવેદનશીલ માહિતી મેળવતા રહેશે, આ સાયબર એટેકમાં ટેલિકોમ્યૂનિકેશન કંપની, ગેસ કંપની અને સરકારી સંસ્થાને ટારગેટ કરવામાં આવી રહી છે. કંપની માની રહી છે કે સામાન્ય સાયબર એટેકથી આ સાયબર હુમલો અલગ પ્રકારનો છે. કારણ કે APT સિસ્ટમ ડેટાને ડાઉનલોડ કરી યૂઝરને બ્લેકમેલ નથી કરતુ પરંતુ સિસ્ટમની અંદર જ રહીને લાંબા સમય સુધી મહત્વના ડેટાને એક્સેસ કરતુ રહે છે, સાથે સાથે તે સ્ક્રીનશોટ પણ લેતુ રહે છે. APT સિસ્ટમની પ્રોસેસિંગ અને સર્વિસને સ્લો કરવાની સાથે કેન્સલ કમાન્ડને પણ રન કરી શકે છે.

જોકે ખાસ અને ચોંકાવનારી બાબત એ છે કે રિસર્ચર્સએ તેમના રિપોર્ટના આધારે સાયબર હુમલા માટે ચીની હૈકર્સ ગ્રુપને જવાબદા ઠેરવ્યા છે, રિસર્ચર્સની માનીએ તો હૈકર્સ રિમોટ એક્સેસ ટૂલની મદદથી સેન્ટ્રલ એશિયા પર સાયબર એટેક કર રહ્યા છે. આ પહેલીવાર નથી બની રહ્યુ કે સાયબર એટેક માટે ચીની ગ્રુપને જવાબદાર ગણવામાં આવી રહ્યા હોય. Avastના રિસર્ચર કૈમાસ્ત્રા મુજબ તપાસમાં સામે આવ્યુ છે કે 2017ના અંતમાં રશિયન મિલેટરી અને બેલારુસની સરકાર વિરુદ્ધ થયેલા સાયબર એટેકમાં આજ ચીની ગ્રુપનો હોથ હતો. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:44 am IST)