એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 23rd March 2019

સંતરામ મંદિરના સંતશ્રી હરિદાસજી મહારાજની અમેરિકામાં ન્યુજર્સી ખાતે એપ્રીલ ૬ના રોજ સત્સંગ પઘરામણી

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ સૌ પ્રથમવાર,નડિયાદના સુપ્રસિધ્ધ શ્રી સંતરામ મંદિરના દિક્ષિત સંત પૂ.હરિદાસજી મહારાજ નડિયાદથી ન્યુજર્સી ખાતે એપ્રીલ ૬નો રોજ સંતરામ સત્સંગમાં પધારી રહ્યા છે.

બ્રહ્મલીન શ્રી નારાયણદાસજી મહારાજશ્રી પ્રેરીત જુલાઇ ૩,૧૯૯૩માં રોજ શ્રી સંતરામ ભકત સમાજ યુ.એસ.એ.ની સ્થાપના ન્યુજર્સીમાં સંતરામ સત્સંગની ઉજવણી દ્વારા ૧૩૦ જેટલા ભકતોની ઉપસ્થિતીમાં થઇ હતી.

વર્તમાન મહંત પ.પૂ.શ્રી રામદાસજી મહારાજશ્રીની આજ્ઞાનુસાર, અને આર્શિવાદ સહ, April 6th,2019 શનિવારના રોજ N.J.ના Essex Collegeનાં જીમ્નેશિયમ હોલમાં ''મહાપૂર્ણિમા'' નિમિતે નડિયાદથી ખાસ ઉપસ્થિત પૂ.હરિદાસજી મહારાજશ્રીનાં સાનિધ્યમાં, અમેરીકામાં છેલ્લા સતત ૨૫ વર્ષથી કાર્યરત, રજત જયંત મહોત્સવ નિમીતે સંતરામ સત્સંગની ઉજવણી હાથ ઘરવામાં આવશે. શ્રી સંતરામ મંદિર, નડિયાદની પરંપરા અને પ્રણાલિ અનુસાર, અત્રે અમેરીકાની ધરતી ઉપર પણ આધ્યાત્મિક કાર્યક્રમોની સાથે, જીવ માત્રને મદદરૂપ બનવાના શુભ આશય સાથે, અવારનવાર મેડીકલ, નેત્ર ચકાસણી, દંત ચકાસણી કેમ્પોનું આયોજન હાથ ધરાય છે. પૂ.હરિદાસજી મહારાજ, સંતરામ ભકત સમાજની ૨૫ વર્ષની ઉજવણીના ઉપલક્ષમાં ખૂબજ ટંુકી સાડા પાંચ અઠવાડિયાની ટુંકી મુલાકાત દરમિયાન ન્યુયોર્ક, કેલીફોનિયા, શિકાગો, દલાસ,વર્જીનીયા, ફિલાડેલ્ફીયા, એટલાન્ટા, ફલોરીડા, હયુસ્ટન,વોશિંગ્ટન ડી.સી. વિસ્તારમાં સંતરામ સત્સંગ, આશિર્વચનનો કાર્યક્રમ રાખેલ છે.

વધુ માહિતી માટે સંતરામ મંદિરની વેબ સાઇટ WWW.SANTRAM.INFO ઉપર સંતરામ ભકત સમાજ યુ.એસ.એ.માટે (૭૩૨)૯૦૬-૦૭૯૨ April 6thના સત્સંગ-દર્શન Live સંતરામ મંદિરના Facebook Page ઉપર પણ લાભ પ્રાપ્ત થશે. અમેરીકામાં સ્થાયી થયેલ સંતરામ ભકતોને સત્સંગ દર્શનનો લાભ માટે ભાવભીનું આમંત્રણ છે.

(8:51 pm IST)