એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 23rd March 2019

શિકાગોના ઠાઉન ટાઉન વિસ્તારમાં આવેલ વર્લ્ડ મની એક્ષચેન્જના માલિક અને સીઇઓ અનિલભાઇ આર. શાહને મની એક્ષચેન્જના ક્ષેત્રે પરસ્પર વિશ્વાસ, પ્રમાણીકતા મુજબની જાહેરાત, સત્ય વચનો બોલવા, પારદર્શક વહીવટ, વચનોનું પાલન, જવાબદારીભર્યો વહેવાર, સુરક્ષિત ગોપનીયતા અને આત્મીયતામાં જોડાઇને જે નૈતિક મુલ્યોની પોતાના વ્યવસાયમાં સ્થાપના કરેલ છે તે બદલ તેમજ તેમના બીઝનેસ અંગે કોઇપણ પ્રકારની ફરિયાદ ન મળતા સતત ૧પ વર્ષથી બેટર બીઝનેસ બ્યુરો દ્વારા બે એવોર્ડો અર્પણ કરાયાઃ સમગ્ર અમેરીકા અને શિકાગોમાં પ્રસરી રહેલી હેતની હેલીઓ

(પ્રતિનિધિ કપિલા શાહ દ્વારા) શિકાગો : સમગ્ર અમેરીકન તેમજ ઇલીનોઇ રાજ્ય તથા શિકાગોના ડાઉન ટાઉન વિસ્તારમાં મની એક્ષચેન્જ ક્ષેત્રમાં વ્યવસાય કરતી નાણાંકીય સંસ્થા આ વર્ષે ૩૧માં વર્ષમાં પ્રવેશ કરે છે અને આ સમયગાળા દરમ્યાન આ સંસ્થાએ તમામ ક્ષેત્રોમાં હરણફાળ પ્રગતિ કરેલ હોવાથી જેનો સમગ્ર યશ તેના માલિક અને સીઇઓ અનિલભાઇ આર. શાહના ફાળે જાય છે. આ સંસ્થાને પ્રતિ વર્ષે અનેક એવોર્ડ આપવામાં આવેલ છે અને આ વર્ષે પણ ઇલીનોઇ રાજ્યમાં બેટર બિઝનેસ બ્યુરો દ્વારા નાણાંકીય ક્ષેત્રે સુંદર કામગીરી કરવા બદલ તેના પ્રેસીડન્ટ અને સીઇઓ સ્ટીવ બર્ન્સ દ્વારા બે માતબર એવોર્ડો વર્લ્ડ મની એક્ષચેન્જ શિકાગોને અર્પણ કરવામાં આવેલ છે અને આ સમાચારો અત્રે વસવાટ કરતા ભારતીય સમુદાય તેમજ અન્ય લોકોમાં પ્રસરી જતા સર્વત્ર જગ્યાએ આનંદની લાગણીઓ છવાઇ જવા પામી હતી.

શિકાગોના ડાઉન ટાઉન વિસ્તારમાં આવેલ વર્લ્ડ મની એક્ષચેન્જના માલિક અને સીઇઓ અનિલભાઇ શાહે આ અંગેની એક મુલાકાતમાં અમારા પ્રતિનિધિને જણાવ્યું હતું કે, અમારી કરન્સી એક્ષચેન્જ છેલ્લા ૩૧ વર્ષથી સતત રીતે વિદેશી હૂંડીયામણના ક્ષેત્ર સાથે સંકળાયેલી છે અને માત્ર એક ભારતીય કંપની છે. તેથી તેને આ ક્ષેત્રે સુંદર કામગીરી કરવા બદલ બેટર બિઝનેસ બ્યુરો દ્વારા સતત પણ બારમી વખત માન્યતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ છે અને તેની સાથે સાથે આ કરન્સી સંસ્થા સામે કોઇપણ પ્રકારની ફરિયાદ ન હોવાનું જણાવી તે અંગેનો એવોર્ડ પણ આ સંસ્થાને આપવામાં આવ્યો હતો જે આ કંપની માટે એક ગૌરવ સમાન બીના છે.

આ કરન્સી એક્ષચેન્જના માલિક અનીલભાઇએ અમોને વધુમાં જણાવ્યું હતું કે, અમારી સંસ્થાને જે માન્યતા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ.લ છે તેમાં (૧) પરસ્પર વિશ્વાસ સંપાદન (૨) પ્રમાણીકપણે જાહેરાત કરવી (૩) સત્ય વચનો બોલવા (૪) અમારા એક્ષચેન્જનો પારદર્શક વહીવટ (પ) ગ્રાહકોને આપેલા વચનોનું પાલન (૬) જવાબદારીભર્યો વહીવટ (૭) સુરક્ષીત ગોપનીયતા અને છેવટે (૮) આત્મીયતામાં જોડવુ વિગેરે કાર્યોનો જે ઉલ્લેખ કરવામાં આવેલ છે તે સમગ્ર બીના અમારી કંપનીના કાર્યનું એક ઉજળુ પાસુ છે એવું તેમણે વધારામાં જણાવ્યું હતું.

અમેરીકામાં વ્યવસાય કરતા તમામ લોકો તથા ભારતીય પરિવારના તમામ સભ્યોનો અમારી એક્ષચેન્જને સારો એવો સહયોગ પ્રાપ્ત થયેલ હોવાથી અમો આ હરણફાળ પ્રગતિ કરેલ છે અને જાહેર પ્રજા સાથે મીલીયન્સ ઓફ ડોલર્સની લેણદેણ કરે છે.

અમારી કરન્સી ગ્રાહકોની સાથે સાથે બેંકોને પણ તેઓની જરૂરીયાત પ્રમાણે સેવાઓ પુરી પાડે છે. અમો અમારી કરન્સીની અન્ય શાખાઓ પણ શરૂ કરવાનું વિચારીએ છીએ પરંતુ વ્યકિતગત ધોરણે અમોએ અમારા રોજીંદા ગ્રાહકોને વધુ સેવા આપવાનું નક્કી કરેલ હોવાથી આ વિચાર હાલ તુરતમાં અમોએ મુલત્વી રાખેલ છે.

ભારત સરકાર હાલમાં આર્થિક ક્ષેત્રે જે હળવા નિયંત્રણોનો અમલ શરૂ કરેલ છે અને તે આધારે અમોએ અમારો ધંધો વધુ વિકસે તેવા પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ આ બીઝનેસમાં પણ બેનંબરી ધંધાઓ શરૂ થતા અમોએ તે યોજનાઓ પડતી મુકી હતી.

અમારી કરન્સી એક્ષચેન્જ દ્વારા અમેરીકાના તેમજ કેનેડાના ડોલરનું સારા એવા પ્રમાણમાં આંતરિક પરસ્પર સારી એવી લેવડ દેવડ થાય છે અને તે પ્રમાણે યુરો, જાપાનીસ યાન, હોંગકોંગ અને ઓસ્ટ્રેલીયન ડોલર્સની સારા એવા પ્રમાણમાં લેવડ દેવડ થાય છે એવું તેમણે અંતમાં જણાવ્યું હતું.

આજથી આશરે છત્રીસ વર્ષ પૂર્વે ગુજરાત રાજ્યના સોજીત્રા ટાઉનમાં એકાઉન્ટીંગના ક્ષેત્રે ઉચ્ચ પદવી પ્રાપ્ત કરીને અમેરીકા આવીને એકાઉન્ટીંગના કંપનીમાં જોડાયા અને થોડા સમય બાદ તેમણે પોતાનો સ્વતંત્ર બીઝનેસ શરૂ કર્યો અને આજે પણ તેઓ વ્યકિતગત તેમજ કોર્પોરેશનના અનેક એકાઉન્ટો તેમની પાસે છે અને સર્વેને તેઓ સેવાઓ પૂરી પાડે છે.

હરહંમેશ તેઓ પોતાના ગ્રાહકોને કિંમતી ધાતુઓમાં નાણાં રોકવા માટે આગ્રહ કરે છે કે જેથી તેઓને નાણાં ગુમાવવાનો સમય ન આવે.

વર્લ્ડ મની એક્ષચેન્જના માલિક અને સીઇઓ અનીલભાઇ આર. શાહને પણ ચાલુ વર્ષે બેટર બીઝનેસ બ્યુરો તરફથી બે એવોર્ડો પ્રાપ્ત થતા તેમના હિતેચ્છુ અને શુભેચ્છકો ફોન નંબર ૩૧૨-૪૮૦-૧૧૮૪ પર અભિનંદન અને હેતની હેલીઓ વરસાવી રહ્યા છે.

 

(8:48 pm IST)