એન. આર. આઈ. સમાચાર
News of Friday, 23rd March 2018

ભારતની ગ્‍લોબલ કંપની ‘‘ઇન્‍ફોસિસ''એ USના ઇન્‍ડિયાનામાં ટેકનોલોજી એન્‍ડ ઇનોવેશન હબ ખુલ્લુ મુકયુઃ આગામી દિવસોમાં કનેકટીકટમાં પણ શાખા ખોલાશેઃ ૨૦૨૨ની સાલ સુધીમાં ૧૦૦૦ અમેરિકનોને રોજી અપાશે

ઇન્‍ડિયાનાઃ બેંગલોરમાં હેડકવાર્ટર ધરાવતી ભારતની ગ્‍લોબલ કન્‍સલ્‍ટીંગ એન્‍ડ ટેકનોલોજી કંપની ‘ઇન્‍ફોસિસ'એ યુ.એસ. ના ઇન્‍ડિયાનાપોલીસ ઇન્‍ડિયાના મુકામે ૬ માર્ચ ૨૦૧૮ના રોજ તેનું મુખ્‍ય ટેકનોલોજી એન્‍ડ ઇનોવેશન હબ ખુલ્લુ મૂક્‍યુ છે જેનું આગામી દિવસોમાં ઇનોવેશન એન્‍ડ ટેકનોલોજી હબ હાર્ટફોર્ડ કનેકટીકટ ખાતે પણ ખુલ્લુ મુકવાનું આયોજન છે.

કંપનીએ જણાવ્‍યા મુજબ અમેરિકામાં નવીકરણ કરવાના વચન મુજબ તેણે છેલ્લા ૧ વર્ષમાં જ ૨૫૦૦ કર્મચારીઓની ભરતી કરી છે. તેજ પ્રમાણે કંપનીની કામગીરી ઇન્‍ડિયાના સ્‍ટેટમાં પણ કરાશે તેવું કંપનીના પ્રેસિડન્‍ટ શ્રી રવિકુમારએ જણાવ્‍યુ હતુ

જયાં કર્મચારીઓને ટ્રેનીંગ આપી ડીજીટલ ટેકનોલોજી ક્ષેત્રે ગ્રાહકોને સેવાઓ આપશે. હાલમાં કંપનીમાં ૧૫૦ કર્મચારીઓ સેવા આપશે. તેમજ આગામી દિવસોમાં હાર્ટફોર્ડ કનેકટીકટ મુકામે ખુલ્લી મુકાનારી કંપનીની શાખામાં ૨૦૨૨ સુધીમાં એક હજાર અમેરિકનોને રોજી અપાશે.જયાં ઇન્‍સ્‍યુરન્‍સ, હેલ્‍થકેર સહિતના ક્ષેત્રે સેવાઓ અપાશે.

(11:08 pm IST)