એન. આર. આઈ. સમાચાર
News of Friday, 23rd March 2018

યુ.એસ.ના ઓસ્‍ટીન ટેકસાસમાં બોમ્‍બમારાના આરોપી માર્ક કંડટનો ઘટસ્‍ફોટઃ મોતને ભેટયા પહેલા ફોન ઉપર કરેલા રેકોર્ડીગ મુજબ ૭ બોમ્‍બ બનાવ્‍યા હોવાની કેફિયત

ઓસ્‍ટીન ટેકસાસઃ યુ.એસ.ના ઓસ્‍ટીન ટેક્ષાસમાં બોમ્‍બમારાના મૃતક આરોપી માર્ક કંડટએ તેના મોત પહેલા પોતાના ફોન ઉપર ૨૫ મિનીટ સુધીના કરેલા રેકોર્ડીગ મુજબ તેણે ૭ બોમ્‍બ બનાવ્‍યા હતા. તેવું ઓસ્‍ટીન પોલીસ ચિફ બ્રિઆન મેનલીએ જણાવ્‍યું છે.

ચિફ બ્રિઆનએ રેકોર્ડીગના આધારે જણાવ્‍યા મુજબ આરોપીએ કયાંય ટેરીઝમ કે હેટ કે એટલે તિરસ્‍કારનો ઇલ્લેખ કર્યો નથી. અલવત તેણે એક યુવાન તરીકે આક્રોશ વ્‍યક્‍ત કર્યો છે. તેથી જે મુજબ પોતાની વ્‍યક્‍તિગત જીંદગી વિષે બુમરાણ મચાવી છે. તેથી બોમ્‍બ વિસ્‍ફોટનું કારણ જાણી શકાયુ નથી.

ચિફએ ઉમેર્યા મુજબ કંડટએ ૬ બોમ્‍બ બનાવ્‍યા હતા તેમ કહ્યું છે જે તમામ લો એન્‍ફોર્સમેન્‍ટએ કબ્‍જે કરી લીધા છે. તેણે સાતમા બોમ્‍બનો પણ ઉલ્લેખ કર્યો છે. જેતો બોલાવી બુધવારે સવારે પોતાની જાતના ફુચ્‍ચા બોલાવી દેવા માટે કર્યો છે. તેણે બોમ્‍બે મુકવા માટેની જગ્‍યાઓ કઇ રીતે પસંદ કરી તે અંગે કાંઇ ચોખવટ મળતી નથી.

ટ્રેવિસ કાઉન્‍ટી ડીસ્‍ટ્રીકટ એટર્ની માર્ગારેટ મુરેએ જણાવ્‍યા મુજબ બુધવારે બનેલી ઘટના ખરેખર કોમ્‍યુનીટી માટે આક્રોશ સમાન હતી. બુધવારે સવારે જયારે કંડટને કારમાંથી પકડવાની કોશિષ કરી ત્‍યારે તેણે પોતાની કારમાં બોમ્‍બ વિસ્‍ફોટ કરતાં ઓફિસરને પાછી પાની કરવાની ફરજ પડી હતી.

મેનલીના જણાવ્‍યા મુજબ આરોપીનું મોત ફાયરીંગથી નહીં પણ બોમ્‍બ વિસ્‍ફોટથી થયુ હોઇ શકે છે. જો કે મેડીકલ એકઝામિનરનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. પરંતુ બોમ્‍બ વિસ્‍ફોટથી ગંભીર ઇજા થઇ હોઇ શકે તે ચોક્કસ વાત છે.

FBI સ્‍પેશ્‍યલ એજન્‍ટ ઇન ચાર્જના મંતવ્‍ય મુજબ વીડિયો ઓફિસરની બહાદુરી બતાવનારો છે.

બ્‍યૂરો ઓફ આલ્‍કોહોલ ફાયરઆર્મ્‍સ, ટોબેકોના એક અધિકારીના મંતવ્‍ય મુજબ હવે બીજા બોમ્‍બ નથી તેમ છતાં સાવચેત રહેવું જરૂરી છે તેમજ ટિવટર ઉપર પણ ઓસ્‍ટીન પોલીસે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. તેમજ કંડટના નિવાસ સ્‍થાન તથા આજુબાજુમાં તપાસ ચાલુ હોવાનું જણાવ્‍યુ છે. બોમ્‍બ વિસ્‍ફોટનું કારણ જાણવામાં થઇ રહેલો વિલંબ પ્રજાને અકળાવનારો છે તેવું જાણવા મળે છે.

(9:45 pm IST)