એન. આર. આઈ. સમાચાર
News of Friday, 19th February 2021

ભારતની આર્થિક સહાયથી નેપાળની 6 સ્કૂલોનું પુનર્નિર્માણ કરાશે : 26 કરોડ રૂપિયાના અનુદાનથી કાઠમંડુમાં 4 અને કાવરે જિલ્લામાં 2 સ્કૂલોના ભુમીપુજન કરાયા

કાઠમંડુ : ભારત અને નેપાળ વચ્ચે થયેલા કરાર મુજબ દેશની સંસ્કૃતિ તથા શિક્ષણની વિરાસત જાળવી રાખવા માટે ભારતે 26.6 કરોડ રૂપિયા ફાળવ્યા છે.જેમાંથી નેપાળના કાઠમંડુમાં આવેલી 4 અને કાવરે જિલ્લાની 4 સ્કૂલોનું પુનર્નિર્માણ કરાશે.

ઉપરોક્ત સહાયને કારણે તાજેતરમાં ખઠમંડૂમાં આવેલી શ્રી કાંતિ ભૈરવ માધ્યમિક સ્કૂલનું ભુમીપુજન કરાયું હતું.જે ત્રણમાળની બનશે.જેમાં 30 વર્ગખંડ ,પ્રયોગશાળા ,લાઈબ્રેરી ,સહિતના આયોજનો કરાયા છે.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(12:52 pm IST)