એન. આર. આઈ. સમાચાર
News of Friday, 22nd November 2019

યૂ.એસ. ની નેશનલ એકેડેમી ઓફ મેડીસીન માં સાત ઇન્ડિયન અમેરિકન ચૂંટાઇ આવ્યા

શિંગ્ટન : યુ. એસ. ની નેશનલ એકેડેમી ઓફ મેડીસીનમાં સાત ઇન્ડિયન અમેરિકન ચૂંટાઇ આવ્યા છે.

૯૦ રેગ્યૂલર મેમ્બર્સ તથા ૧૦ ઇન્ટરનેશનલ મેમ્બર્સની બનેલી આ કમિટીમાં ચુંટાઇ આવનાર ઇન્ડિયન અમેરિકન્સમાં ડો. નિતા આહુજા, વિનીત અરોરા, સંગીતા ભાટીયા, તેજસ કાંતિ ગાંધી, સંજય કે. ગુપ્તા, રેણુ કૌશલ, તથા અનિલ કે રૂસ્તગીનો સમાવેશ થાય છે. જેમણે હેલ્થ તથા મેડીકલ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપ્યું છે.

ચુંટાઇ આવેલા તમામ મેમ્બર્સનું એકેડેમી પ્રેસિડન્ટ વિકટર જે ડઝાઉએ સ્વાગત કર્યુ હતુ.

એકેડેમીમાં ચાલુ વર્ષે ચુંટાઇ આવેલા નવા મેમ્બર્સની સંખ્યાને ધ્યાનમાં લેતા હવે કુલ મેમ્બર્સની સંખ્યા રર૦૦ થાય છે તથા ઇન્ટરનેશનલ મેમ્બર્સની સંખ્યા ૧૮૦ જેટલી થવા જાય છે. જેના નેજા હેઠળ આરોગ્ય, સાયન્સ તથા મેડીસીનને લગતા પ્રશ્નોને વાચા આપવામાં આવે છે.

(9:09 pm IST)