એન. આર. આઈ. સમાચાર
News of Friday, 22nd November 2019

ઇન્ડિયન અમેરિકન સ્ટ્રેટેજીક કન્સલ્ટન્ટ મહિલા સુશ્રી પૂર્ણિમાં નાથએ મિલવૌકી કાઉન્ટી એકઝીકયુટીવ સીટ માટે ઉમેદવારી નોંધાવી

વિસ્કોસીનઃ યુ.એસ. સ્થિત ઇન્ડિયન અમેરિકન સ્ટ્રેટેજીક કન્સલ્ટન્ટ મહિલા સુશ્રી પૂર્ણિમા નાથએ મિલવૌકી કાઉન્ટી એકઝીકયુટીવ સીટ માટે ઉમેદદારી નોંધાવી છે.

તેઓ શહેરને રહેવા માટેની વધુ સારી જગ્યા તરીકે વિકસાવવા માંગે છે. તથા હાલની પરિસ્થિતિમાં કોમ્યુનીટીને વધુ સુરક્ષા તેમજ સગવડ આપવાની નેમ ધરાવે છે.

સુશ્રી પૂર્ણિમાં રાજકીય વ્યકિત નથી પરંતુ કોમ્યુનીટી સેવા માટે કાર્યરત હોવાથી ઉપરોકત સીટ માટે તેમણે ઉમેદવારી નોંધાવી છે, જેઓ  કોમ્યુનીટી મેમ્બર્સને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે આતુર છે. તેમણે નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીંર્માંથી એમ.બી.એ. ની ડીગ્રી મેળવી છે. તેમણે નોનપ્રોફીટ યુ.એસ. ઇન્ડિયા રિલેશનશીપ શરૂ કર્યુ છે. તથા નાના વ્યાવસાયિકોના વિકાસ માટે તેમજ રોજગારીના નિર્માણ માટે કાર્યરત છે.

(9:05 pm IST)