એન. આર. આઈ. સમાચાર
News of Friday, 22nd November 2019

પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાનને " લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ " : કરતારપુર કોરિડોરનું કામ સમયસર પૂર્ણ કરી આપવા બદલ લંડન સ્થિત શીખ સંગઠન દ્વારા ઇમરાનખાનના પ્રતિનિધિને એવોર્ડ એનાયત કરાયો : પ્રતિનિધિએ ઇમરાનખાનને શાંતિના દૂત ગણાવ્યા

લંડન :  લંડન સ્થિત શીખ સંગઠન દ્વારા પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર  ઇમરાનખાનને " લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ " એનાયત કરાયો છે.આ સંગઠનમાં ખાલીસ્તાની શીખનો પણ સમાવેશ થાય છે.

પાકિસ્તાનમાં આવેલા શીખોના યાત્રાધામ કરતારપુર મુકામે ગુરુ નાનકદેવની 550 મી જન્મજયંતિ ઉજવવા કોરિડોરનું નિર્માણ સમયસર પૂર્ણ કરી આપવા બદલ આ એવોર્ડ એનાયત કરાયો હતો.જે ઇમરાનખાનના લંડન ખાતેના પ્રતિનિધિએ સ્વીકાર્યો હતો.તથા ઇમરાનખાનને શાંતિના દૂત તરીકે ગણાવ્યા હતા.

આ તકે લંડન એસેમ્બલી મેમ્બર ,મેયર ,ડેપ્યુટી મેયર,તેમજ વિશાળ  સંખ્યામાં શીખો ઉપસ્થિત રહ્યા હતા તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:09 pm IST)