એન. આર. આઈ. સમાચાર
News of Friday, 22nd November 2019

અમેરિકાના પ્રેસિડન્ટ પદ માટે" ટોપ ટેન " ઉમેદવારોમાં ગણાતી ભારતીય મૂળની બે મહિલાઓ વચ્ચે વાકયુધ્ધ : હિન્દૂ કોંગ્રેસ વુમન સુશ્રી તુલસી ગબ્બાર્ડ અને ઇન્ડિયન અમેરિકન સેનેટર સુશ્રી કમલા હેરીસએ એકબીજા ઉપર આક્ષેપો કર્યા

વોશિંગટન : આગામી 2020 ની સાલમાં અમેરિકામાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણી માટે ટોપ ટેન ઉમેદવારોમાં ગણાતી ભારતીય મૂળની બે મહિલાઓ હિન્દૂ કોંગ્રેસ વુમન સુશ્રી તુલસી ગબ્બાર્ડ અને ઇન્ડિયન અમેરિકન સેનેટર સુશ્રી કમલા હેરીસએ વચ્ચે વાકયુધ્ધ થયું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી મુજબ ડેમોક્રેટ પાર્ટીની આ બંને ઉમેદવાર મહિલાઓએ એક બીજા ઉપર આક્ષેપોની ઝડી વરસાવી હતી જે મુજબ મિડલ ઇસ્ટમાં અમેરિકાનું સૈન્ય મોકલવા બાબતે બંને વચ્ચે મતભેદો થયા હતા જે વ્યક્તિગત આક્ષેપોમાં પરિણમ્યા હતા.ઉપરાંત બરાક ઓબામાની સરકારની ટીકા કરવા તથા નવનિયુક્ત પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને વધાઈ આપવા જવા બાબતે શાબ્દિક ટપાટપી થઇ હતી.

(1:03 pm IST)