એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 22nd October 2019

''સાઉથ એશિઅન પોલિટીકલ એકશન કમિટી (SAPAC)'': અમેરિકામાં વસતા સાઉથ એશિઆના વતનીઓને રાજકિય ક્ષેત્રે પ્રતિનિધિત્વ અપાવવા કાર્યરત ઓર્ગેનાઇઝેશનઃ વોશીંગ્ટનમાં મળેલ જાહેર મીટીંગમાં જુદા જુદા સ્થળો ઉપર ચૂંટણી લડતા સાઉથ એશિઅન પ્રજાજનોને સમર્થન આપવા અનુરોધ કરાયો

વોશીંગ્ટનઃ અમેરિકામાં વસતા સાઉથ એશિઅન પ્રજાજનોના પ્રશ્નોને વાચા આપવા તેઓને રાજકિય ક્ષેત્રે પ્રોત્સાહિત કરી પ્રતિનિધિત્વ અપાવવાના હેતુથી રચવામાં આવેલ ''સાઉથ એશિઅન પોલિટીકલ એકશન કમિટી''(SAPAC)ના ઉપક્રમે તાજેતરમાં વોશીંગ્ટન ખાતે જાહેર મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વોશીંગ્ટનના સીટી કાઉન્સીલ, તેમજ સ્કુલ બોર્ડમાં ચૂંટણી લડતા સાઉથ એશિઅન પ્રતિનિધિઓ સહિત અન્ય કોમ્યુનીટી પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તથા ચૂંટણી લડવાનો ઉદેશ વ્યકત કરી ભાવિ પેઢીની ચિંતા તથા હેટ ક્રાઇવ બનાવો દૂર કરવાની નેમ વ્યકત કરી હતી.

મીટીંગમાં નેપાળી, બાંગલાદેશી, પાકિસ્તાની, તેમજ ભારતીય સહિત એશિયાના દેશોમાં વતની નાગરિકો તથા પ્રતિનિધિઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ તકે ચૂંટાઇ આવેલા પ્રતિનિધિઓ સ્ટેટ સેનેટર શ્રી માનકા ધીંગરા, સ્ટેટ રિપ્રેઝન્ટેટીવ સુશ્રી વંદના સ્લેટર, કાઉન્સીલમેન શ્રી તનિલ પઢીયા, સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

ઉપરાંત વિવિધ હોદાઓ માટે ચૂંટણી લડી રહેલા ઉમેદવારો શ્રી હીરા સિંઘ ભુલર, શ્રી રમા દેવગુપ્તા, શ્રી મિનલ કોડ, શ્રી હરિની ગોકુલ, સુશ્રી રિજુતા ઇન્દાપુરે, સુશ્રી દિવ્યા જૈન, શ્રી જેમ્સ જેયારાજ, શ્રી રિયાઝ ખાન, શ્રી વરિશા ખાન,શ્રી જેન્ના નંદ, શ્રી જમીયંગ દોરજી, શ્રી સંજય પાલ, શ્રી ગેર સંધુ, શ્રી સતપાલ સંધુ, સહિતનાઓનો સમાવેશ થતો હતો. 

(7:04 pm IST)