એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 22nd October 2019

યુ.એસ.સ્થિત ભારતીય મૂળના દમનપ્રિત સિંઘને 2 વર્ષ ઉપરાંત 9 માસની સજા : 2 વર્ષની સજા ભોગવવા હાજર ન થતા 9 માસનો વધારો કરાયો

લોસ એંજલસ : લોસ એંજલસ સ્થિત ભારતીય મૂળના 34 વર્ષીય દમનપ્રિત સિંઘને લાંચ લેવાનું ષડયંત્ર રચવા બદલ 2 વર્ષની સજા સંભળાવામાં આવી હતી.જે માટે હાજર થવાને બદલે તે ઓળખ છુપાવી નાસતો ફરતો હતો તથા  પોતાને છુપાવવા  માટે ભાડાની કાર ચલાવા લાગ્યો હતો . આ વર્ષે માર્ચના અંતે તેની ધરપકડ થયા બાદ તે  ધરપકડથી બચવા માટે અધિકારીઓ સમક્ષ પોતાની ઓળખ અંગે જુઠ્ઠુ બોલ્યો હતો.જેના પરિણામે કોર્ટએ તેને વધુ 9 માસની સજા ફરમાવી હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:18 am IST)