News of Friday, 18th October 2019
ઇન્ડિયન અમેરિકન શ્રી રાજ ટોલેટીનુ સેન્ટ્રલ ફ્લોરિડા યુનિવર્સીટીને 1 મિલિયન ડોલરનું ડોનેશન : યુનિવર્સીટીના ઇન્ડિયા સેન્ટરનો વધુ વિકાસ કરવાની નેમ
ફ્લોરિડા : ઇન્ડિયન અમેરિકન સાહસિક શ્રી રાજ ટોલિટીએ યુનિવર્સીટી ઓફ સેન્ટ્રલ ફ્લોરિડાને 1 મિલિયન ડોલરનું ડોનેશન આપવાની ઘોષણા કરી છે.આ ડોનેશન દ્વારા તેઓ યુનિવર્સીટીના ઇન્ડિયા સેન્ટરનો વધુ વિકાસ કરવાની નેમ ધરાવે છે તેમ જણાવ્યું હતું
9 ઓક્ટોબરના રોજ યુનિવર્સીટી દ્વારા શ્રી રાજ પરિવારનું બહુમાન કરાયું હતું
જે પ્રસંગે શ્રી રાજ એ જણાવ્યું હતું કે ઇન્ડિયા સેન્ટરના માધ્યમ દ્વારા અનેક ભારતીયોને વ્યવસાયિક પાર્ટનરશીપ માટે તક મળશે ,પોતાને આ યુનિવર્સીટી દ્વારા તક મળી હતી તેથી તેનું ઋણ ઉતારવાનો આ પ્રયત્ન હોવાનું તેમણે જણાવ્યું હતું
(6:33 pm IST)