એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 22nd September 2018

સજાતીય સેક્સ પાર્ટનરને H-4 વિઝા આપવાનો અમેરિકાનો ઇન્કાર : લગ્ન કર્યાનો આધાર હોય તો જ જીવનસાથીને આ વિઝા મળી શકે : H-1 વિઝા ધારક ભારતીય મૂળના સમલિંગી યુવાનની વિટમ્બણા

મુંબઈ : H-1 વિઝા ધારક અમેરિકા સ્થિત ભારતીય યુવકે તેના સજાતીય સેક્સ પાર્ટનર માટે જીવનસાથીને અથવા તો પોતાના ઉપર આધારિત માટે અપાતા H-4 વિઝા માટે માંગણી કરી હતી જે નકારવામાં આવી હતી કારણકે લગ્ન કર્યા હોય તેવા દંપતીને જ આ વિઝા આપવાની જોગવાઈ છે.

જો કે ભારતમાં સજાતીય સેક્સને તાજેતરમાં સુપ્રીમ કોર્ટએ માન્યતા આપી દીધી છે.પરંતુ તેઓને લગ્ન કરી શકવાનો અધિકાર હજુ સુધી મળ્યો ન હોવાથી મેરેજ સર્ટિફિકેટના અભાવે અમેરિકામાં વસતા આવા સજાતીય પાર્ટનર એચ.4 વિઝા મેળવી શકતા નથી

(8:36 am IST)