એન. આર. આઈ. સમાચાર
News of Monday, 20th August 2018

યજ્ઞએ કૃષ્ણનું સ્વરૂપ છે, એનો ધુમાડો પવિત્રતા ફેલાવે છે : દેવકૃષ્ણ સ્વામી

અમેરિકાના ડલાસમાં ગુરૂકુળ ઉદઘાટન પ્રસંગે ૧૦૦૮ સમૂહ મહાપૂજા

અમેરિકાના ડલાસમાં શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળના મંગલ ઉદઘાટન પ્રસંગે યજ્ઞ, ધૂન-કિર્તન, સમૂહ પૂજન વગેરે કાર્યક્રમો  યોજાયેલ તે પ્રસંગેની તસ્વીર  શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, શ્રી પ્રભુ સ્વામી  વગેરે સંતો ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ તા. ૨૦ : ત્રણ દિવસ સુધી   ભગવાન શ્રી સ્વામિનારાયણ સાથે શ્રી રાધાકૃષ્ણદેવ, શ્રી સીતારામજી વગેરે દેવોએ અમેરીકાના ડલાસ શ્રી સ્વામિનારાયણ  ગુરૂકલમાં યોજાયેલ પચ્ચીસ કુંડી શ્રી મહાવિષ્ણુયાગમાં  ભકતોએ અર્પેલી આહુતિઓને સ્વીકારી. યજ્ઞની મહા પૂર્ણાહુતિ બાદ ભગવત સ્વરૂપોને સંતોએ ૨૫માં આરૂઢ કર્યા.

ધૂન કિર્તન સાથે  સંતો હરિભકતો ભગવાનના  રથને ખેંચી ડલાસ ગુરૂકલના બત્રીસ ેકરના પરિસરમાં ફર્યા, આ રથયાત્રા ઘોડે સ્વારો, ઢોલ, ધ્વજા, વિવિધ રંગબેરંગી છત્રીઓને ધારણ કરી ગુરૂકુલના  વિદ્યાર્થીઓ અને હરિભકતો  જોડાયેલા.

એક કલાક સુધી ફરેલ રથયાત્રા નૂતન સંત આશ્રમ નજીક પહોંચી ત્યારે સંત ભકતોએ ભગવત સ્વરૂપોને  વધાવી. રાસ લઇને ઠાકોરજીને રાજી કર્યા.

પ્રતિષ્ઠાના  શાસ્ત્રો વિધિ પ્રમાણે  ભગવાને રાત્રિ નિવાસ પ્રથમ સંત આશ્રમમાં કર્યો. આ નિવાસને  ધાન્યવાસ કહે છે. ઘઉં, ચોખા, બાજરો, મગ, મઠ, તલ, વગેરે ધાન્યમાં નિવાસ બાદ બીજે દિવસેભૂદેવ શ્રી કિશોર મહારાજે ગુરૂવર્વશ્રી દેવકૃષ્ણદાસજી, શ્રી લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી,  શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી, શ્રી નારાયણ પ્રસાદ દાસજી, સ્વામી વિગેરે ૧૦ સંતોએ ૧૦ સ્વરૂપોને  ૧૦૮ વિવિધ ઔષધિ જળથી  શપન વિધિ કરાવી હતી.

 ભગવાનની પ્રતિષ્ઠા પૂર્વે  ભગવાનને  ભાવથી નિમંત્રણ આપવાના હ્રદયના  ભાવને વ્યકત કરવા ભગવાનનું પુજન મહાપુજન કરવામાં આવેલ. શ્રી પ્રભુસ્વામીના જણાવ્યા પ્રમાણે મહાપુજામાં ૧૦૦૮ જેટલા સંતો , હરિભકતો અને મહિલાઓ  જોડાયેલા  પ્રાર્થના મંદિર ઉપરાંત  ડાઇનીંગ હોલમાં સહુએ મહાપુજન કર્યુ. આ પુજન પુરાણીશ્રી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી  તથા  શાસ્ત્રીશ્રી મધુસુદન સ્વામીએ  કરાવેલ.

બે કલાક ચાલેલા આ પુજનના અંતે  મહાપુજનના યજમાનોને  તેમજ  પુજામાં જોડાયેલા પુરૂષ ભકતોને શ્રી દેવકૃષ્ણદાસજી  સ્વામીએ ચોખા છાંટી આશીર્વાદ આપેલ. 

શ્રી ધર પચ્ચીસ કુંડી યજ્ઞ શ્રી મહવિષ્ણુયાગની પુર્ણાહુતી શ્રી  દેવકૃષ્ણદાસજી  સ્વામીએ  શ્રીફળ હોમી કરેલ.  આ પ્રસંગે પુરાણીશ્રી  દેવપ્રસાદદાસજી  સ્વામી  એ કહ્યુ હતુ કે  ભગવાનના  પાંચ સ્વરૂપે  બહેલા છે. પર, વ્યુહ, અવતાર, ચર્ચા અને અંતર્યામી આ ચાર સ્વરૂપોમાં ભકતોને ચર્ચા કહેતા  મુર્તિ સ્વરૂપ  વધુ આનંદ આપનારૂ રહ્યા છે. એ આ મુર્તિમાન સ્વરૂપોની પ્રાણપ્રતિષ્ઠાર્થી શ્રિ મહાવિષ્ણુયાગ કર્યો. તમારી અને અમારી હ્રદયની ભાવના  જેટલી પ્રબળ એટલી ભગવાનમાં આપણને વધુ પ્રતિતી વધશે.

આ પ્રસંગે ગુરૂવર્ય શ્રી  દેવકૃષ્ણદાસજી  સ્વામીએ  કહ્યુ હતુ કે ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજે  જૂનાગઢમાં પોતાની મહંતાઇ શ્રી રાધારયલ દેવ - સ્વામીનારાયણ મંદિરમાં હતી ત્યારે  ૧૯૪૫ એકવીસ દિવસનો  યજ્ઞ કરેલો. એ પછી પણ ભગવાનને  રાજી કરવા રાજકોટ ગુરૂકુલમાં  ઘણા યજ્ઞ કરેલા  . ગીતામાં શ્રી કૃષ્ણભગવાન કહેલુ કે યજ્ઞએ મારૂ સ્વરૂપ છે. સ્વામીનારાયણ  ભગવાનને  પણ અમદાવાદ પાસેના જેતલપુર તથા વડતાલ ખેડા પાસેના ડઘાણ ગામે મોટા મોટા યજ્ઞો કરેલા. અહીં અમેરીકામાં આવડો  મોટો પચ્ચીસ  કુંડી યજ્ઞ  કરવો એ તમારી સૌની હિંમતથી થયુ. વળી કયારેય  નીચે પલાઠી વાળીને નહી બેસનારા તમે અને તમારા યુવાન સંતોએ યજ્ઞમાં બેસીને આહુતિઓ અર્પી, યજ્ઞનો ધુમાડો લાગ્યો છતા હિંમત  ન હાર્યા. આ ધુમાડો આપણા શરીરને, મનને  તેમજ વાતાવરણમાં પ્રદુષણ  નહી પરંતુ પવિત્ર કરનારો હોય છે. અંતમાં સ્વામીએ  સહુને અગ્નિ કુંડા ભસ્મથી ચાંદલો કરી રૂડા આશીર્વાદ આપેલા હતા.

(4:03 pm IST)