યુ.એસ.માં GOPIO કનેકટીકટ ચેપ્ટરના ઉપક્રમે ૨૭ જુલાઇના રોજ ભોજન સમારંભઃ વ્યવસાય તથા સેવાકીય ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર ૬ મહાનુભાવોનું બહુમાન કરાશે
કનેકટીકટઃ યુ.એસ.માં ''ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પિપલ ઓફ ઇન્ડિયન ઓરીજીન (GOPIO) કનેકટીકટ ચેપ્ટરના ઉપક્રમે આગામી ૨૭ જુલાઇ ૨૦૧૯ના રોજ ભોજન સમારંભ યોજાશે.
સ્ટેમફોર્ડમાં આવેલી સ્ટેમફોર્ડ મેરીઓટ હોટલમાં યોજાનારા આ ભોજન સમારંભમાં વ્યવસાય તથા સેવાકીય ક્ષેત્રે દેશને મહત્વનું યોગદાન આપનાર ૬ ઇન્ડિયન અમેરિકનનું બહુમાન કરાશે. તેવું કનેકટીકટ ચેપ્ટરના પ્રેસિડન્ટ સુશ્રી અનિતા ભટ્ટએ જણાવ્યું હતું.
આ ૬ મહાનુભાવોમાં શ્રી રઘુબ ઓલી-બ્રેનન, ડો.રવિ ધાર, ડો.સથ્ય મોટુપલ્લી ડો.ડી.આર.નાગરાજ, ડો.આશા કપૂર, તથા શ્રી દિનયાર વાડીયાનો સમાવેશ થાય છે.
સમારંભના ચિફ ગેસ્ટ તરીકે કોન્સ્યુલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તી, તથા અન્ય આમંત્રિતો તરીકે યુ.એસ.સેનેટર, નોર્વાક મેયર, સ્ટેટ રિપ્રેઝન્ટેટીવ ડો.પ્રસાદ શ્રીનિવાસન તથા રધુબ ઓલી બ્રેનનનો સમાવેશ થાય છે.