એન. આર. આઈ. સમાચાર
News of Friday, 22nd June 2018

અમેરિકામાં ગ્રીન કાર્ડ આપવા માટે નક્કી કરાયેલી દેશ દીઠ મર્યાદા ૩૦ વર્ષ જુની છેઃ આ મર્યાદા હટાવી લેવાથી ગ્રીન કાર્ડ માટેનો બેકલોગ હળવો થશેઃ માઇક્રોસોફટ પ્રેસિડન્‍ટ તથા ચિફ લિગલ ઓફિસર બ્રાડ સ્‍મિથનું મંતવ્‍ય

વોશીંગ્‍ટનઃ અમેરિકાની વિશ્વસ્‍તરીય ટેકનોલોજી કંપની માઇક્રોસોફટએ યુ.એસ.ઇમીગ્રેશન પોલીસી મુજબ ગ્રીન કાર્ડ આપવા માટે દેશ દીઠ નક્કી કરેલી મર્યાદા દૂર કરવાની આવશ્‍યકતા ઉપર ભાર મૂક્‍યો છે.

માઇક્રોસોફટ પ્રેસિડન્‍ટ તથા ચિફ લિગલ ઓફિસર બ્રાડ સ્‍મિથએ બ્‍લોગ પોસ્‍ટમાં જણાવ્‍યા મુજબ ગ્રીન કાર્ડનું બેક લોગ હળવુ કરવા માટે આ દેશ દીઠ નક્કી કરેલી મર્યાદા હટાવી લેવાની જરૂર છે. હાલની દેશ દીઠ ગ્રીન કાર્ડ મર્યાદા ૩૦ વર્ષ જુની છે. તેથી તેમાં ફેરફાર કરવો જરૂરી હોવાનું તેમણે દર્શાવ્‍યું છે. તેમણે ઝખ્‍ઘ્‍ખ્‍ પોલીસીને પણ સમર્થન આપ્‍યુ છે. જે મુજબ કાયમી નિવાસ માટે લાયક ગણાતા વિદેશીઓને નાગરિકત્‍વ મળવું જોઇએ તેવી હિમાયત કરી હતી. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:37 pm IST)