એન. આર. આઈ. સમાચાર
News of Friday, 22nd June 2018

‘‘E એન્‍ડ Y એન્‍ટ્રિપ્રિનીઅર ઓફ ધ ઇયર'' : અમેરિકામાં દર વર્ષે યોજાતી સ્‍પર્ધામાં ટેકસાસમાંથી શ્રી સ્‍વપ્‍નિલ અગરવાલ તથા પેન્‍સિલવેનિઆ સ્‍ટેટમાંથી શ્રી દવે ગોસ્‍વામી વિજેતા

ટેકસાસ : અમેરિકામાં સતત ૩૨ મા વર્ષે યોજાઇ રહેલી E એન્‍ડ Y એન્‍ટ્રિપ્રીનિયર ઓફ ધ ઇયર સ્‍પર્ધામાં અત્‍યાર સુધીમાં ૬ સ્‍ટેટમાંથી ડઝન ઉપરાંત ઇન્‍ડિયન અમેરિકન વિજેતા થયા છે. જેમાં તાજેતરમાં ૧૪ જુનના રોજ ટેકસાસ તથા પેન્‍સિલવેનિઆ સ્‍ટેટમાંથી પણ બે ઇન્‍ડિયન અમેરિકન વિજેતા થયા છે.

ટેકસાસમાંથી નિત્‍યા કેપિટલના ફાઉન્‍ડર તથા સીઇઓ શ્રી સ્‍વપ્‍નિલ અગરવાલ બેંકીંગ એન્‍ડ કેપિટલ માર્કેટ કેટેગરીમાં પસંદ થયા છે. જ્‍યારે પેન્‍સિલવેનિઆમાંથી   એલએલસીના ચિફ એકઝીકયુટીવ ઓફિસર શ્રી દવે ગોસ્‍વામી વિજેતા થયા છે.

તમામ સ્‍ટેટના જુદી જુદી કેટેગરીના વિજેતાઓ નવેં. ૨૦૧૮માં કેલિફોર્નિયા મુકામે યોજાનારી રાષ્‍ટ્રિય કક્ષાની સ્‍પર્ધામાં ભાગ લેશે. (૪૬.૫)

(9:35 pm IST)