એન. આર. આઈ. સમાચાર
News of Friday, 22nd June 2018

અમેરિકામાં ટ્રમ્પ સરકાર દ્વારા તૈયાર થઇ રહેલા એન્ટી ઇમીગ્રન્ટ તથા એન્ટી ફેમિલી બીલ વિરૂધ્ધ આક્રોશ : SAALT ના ઉપક્રમે વિરોધ વ્યકત કરવા ૧૩ જુનના રોજ યોજાયેલ રેલીમાં કોંગ્રેસ મેમ્બર્સ સહિત અનેક અગ્રણીઓ જોડાયા

વોશીંગ્ટન ડીસી : અમેરિકામાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટતંત્ર દ્વારા તૈયાર થઇ રહેલા એન્ટી ઇમીગ્રન્ટ તથા એન્ટી ફેમિલી બીલ વિરૂધ્ધ તાજેતરમાં ૧૩ જુનના રોજ ''સાઉથ એશિઅન અમેરિકન લીડીંગ ટુગેધર (SAALT)'' ના ઉપક્રમે દેખાવો કરાયા હતા. તથા ટ્રમ્પ સરકાર સામે વિરોધ વ્યકત કેપિટલ હિત ખાતે યોજાયેલ રેલીમાં કોંગ્રેસ મેમ્બર્સ ઇમીગ્રન્ટ પરિવારો તથા ડ્રીમર્સ જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ સરકારનું આ બીલ અમલી બને તો ૪૫ હજાર જેટલા ગેરકાયદે ઇમીગ્રન્ટસ તથા DACA પ્રોગ્રામથી અમેરિકાના નાગરિક બની શકતા યુવા સમુહને દેશનિકાલની નોબત આવી શકે છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:05 pm IST)