એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 19th June 2018

વિશ્વ વિખ્‍યાત હાર્વર્ડ યુનિવર્સિટી વિરૂધ્‍ધ કોર્ટ કેસઃ એશિઅન અમેરિકન સ્‍ટુડન્‍ટસને પોઝીટીવ પર્સનાલીટી માટે ઓછા માર્કસ આપી પ્રવેશમાં અન્‍યાય કરાતો હોવાનો આરોપ

કેમ્‍બ્રિજઃ વિશ્વ વિખ્‍યાત હાર્વર્ડ યુનિવર્સિટી ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસ સહિત એશિઅન અમેરિકન સ્‍ટુડન્‍ટસને એડમિશન આપતી વખતે ભેદભાવ રાખે છે. ખાસ કરીને તેમને અપાતા પોઝીટીવ પર્સનાલીટી, લાઇકેબિલીટી, તથા કાઇન્‍ડનેસ માટે ઓછા માર્ક આપી તેઓને અન્‍યાય કરવામાં આવે છે તેવા આક્ષેપ સાથે કન્‍ઝરવેટીવ લર્નીગ નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશનએ કોર્ટ કેસ દાખલ કર્યો છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

જો કે યુનિવર્સિટીના સંચાલકો દ્વારા આવા વંશીય ભેદભાવ રખાતા હોવાની વાતનો ઇન્‍કાર કરાયો છે. તથા છેલ્લા દસકામાં એશિઅન અમેરિકન સ્‍ટુડન્‍ટસને અપાયેલા એડમિશનમાં ૨૯ ટકાનો વધારો થયો હોવાનું જણાવ્‍યું છે

કેસની ટ્રાયલ ઓકટો માસમાં શરૂ થશે.

(10:55 pm IST)