એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 22nd May 2018

યુ.એસ.ના કેલિફોર્નિયામાં આવેલી કોલમ્‍બીઆ કોલેજના પ્રેસિડન્‍ટ તરીકે શ્રી શાંતનું બંદોપાધ્‍યાયની નિમણુંકઃ ૧૬ જુલાઇ ૨૦૧૮ થી હોદો સંભાળશે

કેલિફોર્નિયાઃ યુ.એસ.સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન શિક્ષણશાસ્‍ત્રી શ્રી શાંતનું બંદોપાધ્‍યાયને યુ.એસ.ના કેલિફોર્નિયામાં આવેલા સોનોરા ખાતેની કોલમ્‍બીઆ કોલેજના આગામી પ્રેસિડન્‍ટ ઘોષિત કરાયા છે.

પોસેમિટી કોમ્‍યુનીટી કોલેજ ડીસ્‍ટ્રીકટએ ૯મે ૨૦૧૮ના રોજ કરેલી ઘોષણાં મુજબ તેઓ ૧૬ જુલાઇ ૨૦૧૮થી હોદો ગ્રહણ કરશે.

શ્રી બંદોપાધ્‍યાય હાલમાં સાઇપ્રસ કેલિફોર્નિયા ખાતેની કોલેજમાં એકઝીકયુટીવ વાઇસ પ્રેસિડન્‍ટ ઓફ એજ્‍યુકેશન પ્રોગ્રામ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. તેમજ સ્‍ટુડન્‍ટસ સર્વિસ ક્ષેત્રે સેવાઓ આપી રહ્યા છે.

કોલેજના આગામી પ્રેસિડન્‍ટ તરીકે નિમણુંક મેળવતા શ્રી બંદોપાધ્‍યાયએ કેમ્‍પસના કુદરતી સૌંદર્યની જાળવણીના મિત્રતાભર્યા વર્તન સાથે કોમ્‍યુીટી સંપર્ક જાળવી રાખવાની નેમ વ્‍યક્‍ત કરી હતી. તથા શિક્ષણ સાથે લોકોનો સંપર્ક મળવી રાખવા પ્રવતીશીલ રહેશે તેમ જણાવ્‍યું હતું.

શ્રી બંદોપાધ્‍યાયએ કોલકતા યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ સાયન્‍સની ડીગ્રી મેળવેલી છે. તથા ઓહિયો યુનિવર્સિટીમાંથી MBA અને ડોકટેરટની પદવી મેળવેલી છે.

(11:08 pm IST)