એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 22nd May 2018

‘‘યોગા ફોર ગુડ'': ઇન્‍ડિયન અમેરિકન શ્રી રાજુ અગરવાલે શરૂ કરેલી નોનપ્રોફિટ ઝુંબેશના માધ્‍યમથી ભારતની ૬૦ બાલિકાઓને શિક્ષિત કરી તેમના પરિવારોને પગભર કર્યા

સાનફ્રાન્‍સિસ્‍કોઃ ‘‘યોગા ફોર ગુડ'' ૨૦૧૫ની સાલમાં ગભરાટભર્યા હુમલાનો ભોગ બનેલા ઇન્‍ડિયન અમેરિકન રાજુ અગરવાલએ મેડીટેશનના માધ્‍યમથી સ્‍વસ્‍થતા મેળવતા સાન ફ્રાન્‍સિસ્‍કો મુકામે નોનપ્રોફિટ ‘‘વનપ્રોસ્‍પર ઇન્‍ટર નેશનલ''ની શરૂઆત કરી જેનો હેતુ યોગા દ્વારા શાંતિ અને સ્‍વસ્‍થતા મેળવ્‍યા બાદ ભારતની બાલિકાઓને શિક્ષણ માટે પ્રોત્‍સાહિત કરવાનો છે.

નોનપ્રોફિટ વનપ્રોસ્‍પર ઇન્‍ટરનેશનલ તથા ‘‘યોગા ફોર ગુડ''ના માધ્‍યમથી મેળવાતું ફંડ તેમણે બાલિકાઓને પાણી મેળવવા પાંચથી સાત કલાકનો સમય વેડફાતો બચાવી શિક્ષિત કરવા માટે વાપરવાનું શરૂ કર્યુ છે જેથી ૬૦ બાલિકાઓને શિક્ષિત કરી પગભર કરવામાં તેઓ નિમિત બની શકયા છે.

(12:42 am IST)