એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 22nd May 2018

જુન ૨૦૧૮ માસ દરમ્‍યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતીઃ આ માસ દરમ્‍યાન કૌટુમ્‍બીક આધારિત ફકત રએ રબી તથા ત્રીજી કેટેગરી એકથી છ અઠવાડીયા આગળ વધેલ છે જયારે આ વિભાગમાં ૧લી અને ૪થી કેટેગરી એક પણ અઠવાડીયું આગળ વધેલ નથી વિશેષમાં રોજગાર આધારિત વિભાગમાં રજી કેટેગરી ફકત પાંચ દિવસ માટે આગળ વધેલ છે જયારે ૧લી, ત્રીજી અને બીજા અન્‍ય કામદારોની કેટેગરીઓ એકપણ અઠવાડીયું આગળ વધેલ નથી. આ વિભાગની ચોથી અને પાંચમી કેટેગરીઓમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્‍યતાઓ રહેલ છે પરંતુ અરજદારોએ હાલના ઇમીગ્રેશન ખાતાના નિયમોનું પાલન કરવાનું રહેશે

(11:54 pm IST)